SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 8 છે ભક્તામર તુલ્યુ નમઃ | સદ્ગણોની પ્રશંસા કરવામાં આવે છે તેને પોતાના જીવનમાં અપનાવવાથી પરોક્ષ રૂપથી પ્રેરણા મળે છે. શ્રદ્ધાળુ પણ શ્રદ્ધયના ચિંતનથી શ્રદ્ધેય બનવા લાગે છે. આ જ કારણે પ્રાચીન કાળથી આધ્યાત્મિક જગતમાં સ્તુતિ-સ્તોત્રનું વિશિષ્ટ સ્થાન રહેલું છે." શ્રી રુદ્રદેવ ત્રિપાઠી સ્તોત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, "नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्ति: पराक्रमः । विभूति: प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ।।" આ તત્ર શાસ્ત્રોક્તિ પરિભાષામાં પણ નમસ્કાર, આશીર્વાદ, સિદ્ધાંત-પ્રતિપાદન. પરાક્રમવર્ણન, વિભૂતિસ્મરણ અને પ્રાર્થના આ છ વસ્તુઓ પૈકી એક એક કે સમગ્ર જેમાં હોય તેને સ્તોત્ર કહ્યું છે.” સ્તુતિ, સ્તવન, સ્તોત્ર એ ત્રણેય ગુણકીર્તનના જ પ્રકારો છે. તેમાં સ્તુતિ એક કે બે પદ્યપ્રમાણ હોય છે, સ્તવન પાંચ કે સાત પઘપ્રમાણ હોય છે અને સ્તોત્ર આઠ-દશ પદ્યોથી માંડીને સો કે તેથી અધિક પઘોનું પણ હોય છે. આમ છતાં સ્તવન અને સ્તોત્ર ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પણ વપરાય છે. દાખલા તરીકે ઉવસગ્ગહરં પાંચ પદ્યોનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન છે, છતાં સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત વિવિધ ગ્રંથોમાં આચાર્યો, વિદ્વાનોના મત પ્રમાણે સ્તોત્રની વિભાવના આપવામાં આવી છે. તેના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે, સ્તુતિ-સ્તવન-સ્તોત્ર બધાંમાં ઇષ્ટદેવના વિદ્યમાન ગુણોનું યથાયોગ્ય રીતે વર્ણન, છંદોબદ્ધ રીતે કરવામાં આવે છે અને આવું વર્ણન સાધકને ઇષ્ટદેવમાં વધુ શ્રદ્ધાવાન બનાવે છે અને આરાધ્યદેવ જેવા ગુણો પોતાનામાં પણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અર્થાત્ પરમાત્માના ગુણોની પ્રશંસા કરતાં કે સાંભળતાં આત્મા પરમ સ્વરૂપને પ્રાપ્ત કરવા અગ્રેસર થાય છે. સ્તોત્રની બીજી અનેક વ્યાખ્યાઓ મળી આવે છે જે આ પ્રમાણે છે : (૧) ન તુ-પ્ટન | स्तवै-गुण कर्मादिभि: प्रशंसने अमरः । द्रव्यस्तोत्रं कर्मस्तोत्रं विधिस्तोत्रं तथैव च । तथैवा भिजनस्तोथं स्तोत्रमेतच्चतुर्विधम् ।१२ (२) गुणसंकीर्तनात् त्रायचे यस्मात् तत् स्तोत्रम् ।।१३ (3) Praise to god with song. " (8) Order or psalms, poems intended to be sung in Praise of or as a prayer to a deity. 24
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy