SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 7. ઉત્તરમીમાંસાના દેવતાધિકરણના ભાષ્યકાર અને ભાગ્યવિવરણ કાર આચાર્યોએ સ્તુતિ શબ્દની વ્યાખ્યામાં કહ્યું છે કે, જો ગુણ ખોટો વર્ણવાય તો સ્તુતિત્વ જ નષ્ટ થઈ જાય અથવા મિથ્યાત્વ ગુણ કહેવાથી પુરોચના પણ ન થઈ શકે. એટલે અર્થવાદ કર્મના પુરોચક અર્થવાદ ગુણોની વિદ્યમાનતાને જ વ્યક્ત કરે છે." ઇષ્ટદેવના વિદ્યમાન ગુણોનું વર્ણન હોય તેને સ્તુતિ કે સ્તોત્ર કહેવાય. પરંતુ જે અસ્તિત્વમાં ન હોય તેવા અને મિથ્યાત્વ ગુણ જે ઇષ્ટદેવમાં હોતા જ નથી તેનું વર્ણન કરવામાં આવે તો તે પણ એક પ્રકારની પ્રતારણા જ કહેવાય અને આ રીતે સ્તોત્રનું સ્તુતિત્વ જ નષ્ટ પામે છે. મહાન દિગમ્બરાચાર્ય સ્તુતિવિદ્યાના રચયિતા શ્રી સમન્તભદ્રએ સ્તુતિ કરવાનો મુખ્ય હેતુ “માસાં ગયે' અર્થાતુ અપરાધો પર વિજય પ્રાપ્ત કરવા માટેનું કારણ માન્યું છે. અન્ય વિદ્વાનો સ્તોત્રની વ્યાખ્યા આપતાં કહે છે કે, “પ્રતિરીતિમંત્રä રસ્તોત્રમ્, ઇન્ફોરવરૂપ ગુણકીર્તન વા' અર્થાતું પ્રત્યેક ગીતપદ્યમાં જે મંત્રવિચારણા પ્રસ્તુત થાય છે તે સ્તોત્ર છે અથવા છંદોબદ્ધ રૂપમાં જે ગુણકીર્તન કરવામાં આવે છે તે સ્તોત્ર છે.* - સ્તોત્રની વ્યાખ્યાઓ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા રૂપમાં આપી છે. પરંતુ આ બધામાં - ભાવતોષ gવ સર્વત્ર વIRvi તરી ૨ સધને મવરતુવ’ – સર્વત્ર ભગવત્ સંતુષ્ટિ જ કારણ છે અને એનું સાધન એકમાત્ર ભગવાનની સ્તુતિ જ છે – આ સંદર્ભે સાહિત્યકલારત્ન શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જણાવે છે કે, 'स्तवैरुच्यावचैः स्तोत्रैः पौराणैः प्राकृतैरपि । स्तुत्वा प्रसीद भगवन्निति वन्देत दण्डवत् ।' અર્થાત્ નાનામોટા પૌરાણિક અથવા પ્રાકૃત સ્તવ-સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને, ભગવાનું ! પ્રસીદે એવું કહેવું અને દંડવત્ પ્રણામ કરવા.” અગ્નિપુરાણમાં અલંકારોની શૃંખલામાં સ્તુતિને એક સ્વતંત્ર અલંકાર જ માન્યો છે જ્યારે એ જ પ્રકારના વિષ્ણુસહસ્ત્રનામ અને લલિતસહસ્રનામ વગેરેમાં તો દેવતાઓનાં નામ જ સ્તુતિસ્તોત્ર ગણાવ્યાં છે. શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી સ્તુતિ-સ્તોત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સ્તુતિનો અર્થ છે ગુણકીર્તન, સ્તુતિ એટલે પ્રશંસા – તેમાં આપણે જેની સ્તુતિ કરીએ છીએ તેના ગુણો અને મહિમાનું વર્ણન મુખ્ય હોય છે." આચાર્યશ્રી મહાપ્રજ્ઞ સ્તોત્રની વિભાવના આપતાં કહે છે કે, “અવરોધોને દૂર કરવાનું મોટું આલમ્બન બને છે તે – સ્તોત્ર.૯ આચાર્યશ્રી પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે, “આપણા આરાધ્યદેવના સદ્ગણોની છંદોબદ્ધ પ્રશંસા જ સ્તુતિ, સ્તવન કે સ્તોત્ર છે. સ્તોત્રથી ભાવો પવિત્ર થાય છે. જે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy