SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર છે 209 પ્રભુનાં દર્શન પછી સંસારમાં કંઈ જ દર્શનીય રહેતું નથી. તમામ તુલનાઓ, તમામ ઉપમાઓ સમાપ્ત થઈ જાય છે. ફક્ત પ્રભુનું દર્શન અતુલનીય, અનુપમ અને અપૂર્વ આત્મસાત્ થઈ જાય છે.” સ્તોત્રકાર સૂરિજી કહે છે “હે ભગવાન! તમારું રૂપ અનુપમ છે. તે અપલક નયને નિરંતર જોવા જેવું છે. જેઓ આ રીતે એક વાર તમારાં દર્શન કરી લે છે તેના ચક્ષુઓને જગતની બીજી કોઈ વસ્તુ જોવાથી સંતોષ થતો નથી. દાખલા તરીકે એક મનુષ્ય એક વાર ક્ષીરસાગરનાં ચંદ્રકિરણો જેવા શ્વેત દૂધનું પાન કરે, તે શું ફરી સમુદ્રનું ખારું પાણી પીવા ઇચ્છે ખરો ? તાત્પર્ય કે ન જ ઇચ્છે.” શ્રી આદિનાથ ભગવાનનું સ્વરૂપ શાંતિદાયક અને શાંત છે. તારા રૂપ-રંગમાં જેટલું આકર્ષણ છે તેના કરતાં અનેકગણું વધારે આકર્ષણ તારી વીતરાગતામાં છે. તારા અનેક ગુણોમાં છે. પ્રભુના ચંદ્રમા જેવા શીતળ, શાંત સ્વરૂપનું, અપલક પાંપણે દર્શન કરતાં અનેરો આનંદ અનેરી શાંતિ પ્રાપ્ત થાય છે. આવો આનંદ અને આવી શાંતિ બીજા કોઈ પણ સ્વરૂપનાં દર્શન કરવાથી થતી નથી. સૂરિજીએ આ પંક્તિમાં રહસ્ય ભરી દીધું છે. તેઓ કહે છે કે જેમને તું અપલક નયને નિહાળી રહ્યો છે તે અન્ય કોઈ નહિ, તે તે પોતે જ છે. પરમ જ્યોતિર્મય અનંત જ્ઞાન દર્શનસ્વરૂપ છે અને આનંદથી ભરપૂર અપ્રતિમ છે. આચારાંગમાં કહ્યું છે તેમ : जे अणणणदसी से अणणणरामे जे अणणणरामे से अणणणदसी જે અનન્ય(આત્માનું)ના તું દર્શન કરી રહ્યો છે તે જ અનન્ય (આત્મા)માં તું રમણ કરે છે. (પ્રસન્ન રહે છે, અને જે અનન્ય (આત્મા)માં તું પ્રસન્ન રહે છે એ જ અનન્ય (આત્મા)ના તું દર્શન કરી રહ્યો છે. અર્થાત્ જેને તું જોઈ રહ્યો છે તે તું સ્વયં છે. પ્રભુનું રૂપ અનન્ય છે, શાંત, પ્રસન્ન, ભવ્ય, મુખમુદ્રા દર્શનીય છે. તેમનું સ્વરૂપ અલૌકિક હોય છે. તેમાંથી વીતરાગતા, શાંતિ અને આભામંડળની પવિત્રતા પ્રગટતી હોય છે. જિનેશ્વરદેવના સ્વરૂપ અંગે કહ્યું છે કે : "प्रशमरस निमग्नं दृष्टि युग्मं प्रसन्न वदनकमलमङकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबन्धवन्धयं, તવાસ નતિ કેવો વીતરી ત્વમેવ ||'' દે હેવ ! તમારાં બંને ચક્ષુઓ પ્રશમરસથી ભરેલાં છે. તમારું વદનકમળ અતિ પ્રસન્ન છે અને તમારો ખોળો કામિનીના સંગથી રહિત છે. વળી તમારું કરયુગલ કોઈ પણ શસ્ત્ર સાથે સંબંધ ધરાવતું નથી, હે દેવ ! આ જગતમાં તમે જ સાચા વીતરાગ છો.” આવું પ્રભુનું રૂપ અનુપમ છે. પ્રભુનું સ્વરૂપ અપલક પાંપણે વારંવાર દર્શનીય છે. જેઓ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy