SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 184 * || ભક્તામર તુલ્યું નમઃ ।। પ્રથમ જિનચરણને સંસારસમુદ્રમાં ડૂબી રહેલાં માણસોને માટે આલંબનરૂપ કહેલા છે અને અહીં જ્ઞાન અને વચનને આલંબનરૂપ કેમ ગણાવો છો ? તો જિનચરણ એ જિન ભગવંતોનો જ સંકેત છે અને જિન ભગવંતો જ્ઞાની એટલે સર્વજ્ઞ હોય છે. તથા સાતિશય વાણી વડે સાક્યો વડે જ લોકોને ધર્મની દેશના દે છે. એટલે એમાં કોઈ વિરોધ નથી. પ્રથમ બે શ્લોકમાંથી મંગળની શરૂઆત થાય છે. સંસારમાં આપણે સૌ ડૂબેલા છીએ. અને આપણી શક્તિથી આપણે બહાર નીકળી શકતા નથી. તેથી તારણહારની સહાયતાની જરૂર પડે છે. આપણા તારણહાર યુગની શરૂઆતમાં થઈ ગયેલા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન અથવા ઋષભદેવ. તેથી ધર્મ સમી નોકાની રચના કરીને ઉપકાર કરનારા ઋષભદેવના ચરણ યુગલમાં વંદન કરીએ છીએ. આ ચરણ યુગલો કેવા છે ? જેમાંથી તેજ વહી રહ્યું છે અને જે અંધકારને દૂર કરવા ઉપરાંત તેના શરણે આવનારને પવિત્ર કરીને તેના પાપ અને અજ્ઞાનને દૂર કરનારા છે. મહાન પુરુષોની સ્તુતિ કરનાર ભક્તો પણ તેજસ્વી અને વિદ્વાન હોય છે. એટલે અહીં ભક્ત નમ્ર થઈને હું અલ્પબુદ્ધિ છું તેવું સ્વીકારીને સ્તુતિ શરૂ કરે છે. એક વાર મનમાં નિશ્ચય થાય એટલે બીજા વિચારો દૂર થઈને તેની શક્તિઓ એકઠી થવા માંડે છે. તેથી હું સ્તુતિ કરીશ તે નિશ્ચય શરૂઆતમાં નજરે પડે છે. નમ્રતા અને નિશ્ચયથી થાય છે મંગળ શરૂઆત. શ્લોક ૩જો बुद्धया विनाऽपि विबुधार्चित पादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ।।३।। દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશ્ચે એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. (૩) વિનુપાર્જિતપાપી ! – દેવો વડે જેમનું પગ રાખવાનું આસન પુજાયું છે એવા હે જિનેન્દ્ર ! વિનુષ – દેવ, તેના વડે અર્પિત – પૂજિત તે વિષુધાર્પિત એવું જે પાપી – પગ મૂકવાનું આસન, તે વિષુધાર્થિતાપી. આ પદ જિનેન્દ્રના વિશેષણ તરીકે સંબોધનમાં આવેલું છે. દેવો જિનેન્દ્ર ભગવાનના ચરણની પૂજા કરે છે, તેમ તેમના પાદપીઠની પણ પૂજા કરે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy