________________
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા * 153
त्वां योगिनो जिन । सदा परमात्मरूप मन्वेषयंति હવયાંબુન-હોશ-રેશે, पूतस्य निर्मलरूचेर्यदिवा किमन्य दक्षस्य संभवि पदं ननु कर्णिकायाः ('કલ્યાણમંદિર સ્તોત્ર', ૧૪)
હે જિનેશ્વર પ્રભુ ! પરમાત્મસ્વરૂપ એવા આપને યોગીઓ નિરંતર પોતાના હૃદયકમળમાં જુએ છે (શોધે છે) તે યોગ્ય જ છે. કેમકે પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળનાં બીજનું સ્થળ, કમળના મધ્યપ્રદેશમાં રહેલી કર્ણિકામાં સંભવે છે. તેમજ બીજરૂપ આપનું સ્થળ પણ માણસના હૃદયકમળમાં છે એ વાસ્તવિક જ છે.'
ભક્તામર અને કલ્યાણકમંદિર બંનેની પદાવલી, કલ્પનાઓ અને તથ્ય નિરૂપણપ્રણાલી એક સમાન છે. માનતુંગસૂરિ અને સિદ્ધસેન દિવાકર બંને એકબીજાથી પ્રભાવિત હશે અથવા કોઈક એકથી બીજા પ્રભાવિત હશે. બંને શૈલીની દૃષ્ટિએ પુષ્પદન્તના ‘શિવમહિમ્ન' સ્તોત્રની સમકક્ષાના છે એમ કહી શકાય.
સર્વ વિશ્લેષણના આધાર પર એમ લાગે કે ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર શ્રી માનતુંગસૂરિ 'પઉમચરિય'ના રચનાકાર શ્રી વિમલસૂરિની પછી અને દિગમ્બરાચાર્ય સમન્તભદ્રના સમકાલીન રહ્યા હશે એવી સંભાવના છે. જો એવું હોય તો બાણ-મયૂરના તેઓ સમકાલીન હશે એવું બની શકે છે. કિંવદંતીઓમાં તથ્ય જણાય છે. આમ તો ત્રણેયની સ્તોત્ર રચવાની શૈલીમાં કોઈ વિશેષ સામ્ય જોવા મળતું નથી. મયૂરની રચનાઓમાં સમાસ, અલંકાર, શબ્દાડમ્બરની તુલનામાં માનતુંગસૂરિની રચનામાં પ્રભુના ગુણોના વર્ણનની કાંતિ જોવા મળે છે. બાણના ‘ચંડીશતક’ અને મયૂરના ‘સૂર્યશતક’ની સરખામણીમાં માનતુંગસૂરિનું “ભક્તામર સ્તોત્ર’ કાવ્ય પ્રકૃતિની દૃષ્ટિએ પણ બહુ જુદું જણાઈ આવે છે. બાણ-મયૂર દરબારી કવિઓ હતા. જ્યારે માનતુંગસૂરિ દરબારી કવિ ન હતા અને આલંકારિક રચનાઓની દૃષ્ટિએ જોતાં પણ તેઓ કવિતા-સંપ્રદાયના નથી. કદાચ તેઓ બાણ-મયૂર અને સમન્તભદ્રથી પણ થોડા પહેલાં થયા હશે એવું પણ બની શકે. તેથી જ માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૫૫૦થી ૬૨૫ વચ્ચેનો સંભવી શકે છે. જ્યારે બીજી તરફ શૈલીની દૃષ્ટિએ જોવા જઈએ તો બૌદ્ધ કવિ માતૃચેટ, કાલિદાસ, સિદ્ધસેન વગેરે ગુપ્ત યુગમાં થયેલા મહાન કવિઓથી માનતુંગસૂરિની કાવ્યશૈલી ભિન્ન જણાય છે.
સામાન્ય રીતે તો આ ગુપ્તકાલીન કવિઓના સમય પછીની રચનાશૈલી હોય એવું જણાય છે. માતૃચેટ, કાલિદાસ અને સિદ્ધસેનના સમકાલીન કે તેમનાથી નજીકના સમયમાં થયેલા માનવામાં આવેલા નાટ્યકાર અને કવિ માતૃગુપ્તનું વસંતતિલકામાં રચાયેલાં એક શ્લોકની શૈલીથી માનતુંગસૂરિના ‘ભક્તામર સ્તોત્ર'ના શ્લોકની રચનાશૈલી ઘણી મળતી આવે છે. જે શ્લોક આ પ્રમાણે છે :