________________
154 તે ભક્તામર તુષં નમઃ |
"नाट्यं निशामुखसरोरुह राजहंसः, कीरीकपोल तलकान्त तनुः शशाङ्क ! आमाति नाथ ! तदिदं दिधिदुग्धसिन्धु
લિઇડીરાઉન્ડ રિપાટુ યશસ્વ લીયમ્ ||" ગુપ્તકાલીન બધા કવિઓએ વસંતતિલકા છંદમાં કાવ્યરચના કરી છે. પરંતુ માતૃગુપ્તની રચનાઓમાં જ માનતુંગસૂરિની રચના જેવી શૈલી તેવી જ લઢણ, કાવ્યની નિર્તનતા અને સુસ્પષ્ટ રીતની છંદોલયતા જણાય છે. આ પ્રમાણેની સમાનતાથી એમ ન કહી શકાય કે માનતંગસૂરિ ગુપ્તકાલીન હતા. કદાચ એમ પણ બની શકે છે કે તેમની સમક્ષ માતૃગુપ્તની રચનાઓ રહી હોય અને તેઓ પશ્ચાત્કાલીન હોવા છતાં અર્થાતુ ગુપ્તકાળ પછીના હોવા છતાં માતૃગુપ્તની શૈલીના આદર્શને સામે રાખીને તેઓએ રચના કરી હોય. ફક્ત માતૃગુપ્તની એક ઉપલબ્ધ રચનાશૈલીના આધાર પર એવો ચોક્કસ નિર્ણય ન લઈ શકાય કે તેઓ બંને સમકાલીન હતા અથવા તો માનતુંગસૂરિ પહેલાં માતૃગુપ્ત થઈ ગયા હશે.
ભક્તામર સ્તોત્રમાં વિવિધ અલંકારોનો ભંડાર છે. ભક્તામરના ૨૬મા પદ્યમાં ચિત્રાલંકારની રચના થઈ શકે છે. આ શ્લોક આ પ્રમાણે છે. તુાં નમન્નિમુવાર્તિદરી...... fબન ! મોધિ શોષTTય"
(ભક્તામર સ્તોત્ર, ૨૬) ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, “આ શ્લોક ચતુદલ કમલ-બંધ, સ્વસ્તિક બંધ, પુષ્પ બંધ કે વૃક્ષ બંધ, ૩ૐકાર બંધ, દીપક બંધ વગેરે ચિત્રબંધોની આકૃતિમાં બેસાડી શકાય છે."
| ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં સૌપ્રથમ ચિત્રાલંકાર લગભગ ઈ. સ. ૫૦૦થી ૫૫૦ વચ્ચે થયેલા મહાકવિ ભારવિના ‘કિરાતાજીનીય' નાટકના કેટલાક શ્લોકમાં મળે છે. ત્યારબાદ તેમનાથી ૧૦૦ વર્ષ પછી લગભગ ઈ. સ. ૫૫૦થી ૬૫૦માં થયેલા ઉદાહરણરૂપ કવિરાજ દંડીના કાવ્યદર્શનમાં જોવા મળે છે. આ બંને કવિઓના સમયકાળના મધ્યમાં થયેલા દિગમ્બરાચાર્ય સમન્તભદ્રની મનુગુપ્તકાલીન કૃતિ “સ્તુતિવિદ્યામાં પણ વિશાળ પ્રમાણમાં ચિત્રાલંકારના ઉદાહરણ મળે છે. તેમના કરતાં પહેલાં થયેલા કુશાનકાલીન બોદ્ધ કવિવર અશ્વઘોષ, આર્યદેવ માતૃચેટ કે ગુપ્તકાલીન નાટ્યકાર ભાસ, મહાન પ્રશસ્તિકાર હરિષેણ, મેઘદૂત, શાકુન્તલ, કુમારસંભવના રચયિતા મહાન સંસ્કૃત કવિવર કાલિદાસ અને દાર્શનિક સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરની રચનાઓમાં ચિત્રાલંકારનો સમાવેશ થતો હોવાનું દષ્ટિગોચર થતું નથી.
વર્તમાનકાળના મહાન આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે જે વિદ્વાનો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને સાતમી શતાબ્દીના હોવાનું જણાવે છે. તેઓનો મુખ્ય આધાર બાણ, મયૂર અને પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા છે. બાણ અને મયૂર સાતમી શતાબ્દીમાં થઈ ગયા છે એવું પ્રમાણ વિદ્વાનોને મળે છે માટે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. પણ સાતમી