SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 152 ક ને ભક્તામર તુલ્યું નમઃ | “वल्गत्तुरंगगजगर्जितभीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यद् दिवाकरमयूखशिखापविद्धं त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ।। (ભક્તામર સ્તોત્ર', ૩૮). અર્થાતુ યુદ્ધમાં તમારું નામસ્મરણ કરવાથી જેમાં ઊછળી રહેલા ઘોડા અને હાથીઓની ગર્જના વડે ભયંકર અવાજ થઈ રહ્યો છે એવું શક્તિશાળી શત્રુ રાજાનું સૈન્ય, ઉદય પામી રહેલા સૂર્યનાં કિરણોના અગ્ર ભાગ વડે સૂર્યનો ઉદય થવાથી) અંધારું હણાય તેમ શીધ્ર હણાઈ જાય છે. આવા જ પ્રકારની કલ્પના કલ્યાણ મંદિરના ૩૨મા શ્લોકમાં પણ જોવા મળે છે. “यद गजदूजित-धनौधमदभ्र भीम भ्रश्यतडिन्मुसल मांसल घोर धारम् । म्दैत्येन भुकतमथ दुस्तवरवारि दधे તેનૈવ તરચ ! ના, હુસ્તરવારિ – કૃત્યમ્ || (કલ્યાણમંદિર', ૩૨). અર્થાતુ હે જિનેશ્વરદેવ ! કમઠે તે દયે ચમત્કાર કરતી વીજળીના ચમકારાયુક્ત એવા ઘનઘોર વરસાદથી તમારા ઉપર દુસ્તર વારિ વરસાવ્યું. પણ કેવું આશ્ચર્ય કે તે જ પાણીએ તેના જ સામું દુસ્તર વારિકૃત્ય ભૂંડી તલવારનું કાર્ય કર્યું, અર્થાત્ તેને જ કર્મબંધનરૂપ- દુઃખરૂપ અથવા મૃત્યુરૂપ થઈ પડ્યું. આમ પ્રભુને સાધનામાં વિક્ષેપ કરવાના હેતુથી કરેલું કાર્ય કમઠને પોતાને જ વિક્ષેપરૂપ થઈ પડ્યું. તેવી જ રીતે ભક્તામર સ્તોત્રનો ૨૩મો શ્લોક જુઓ : "त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयंति मृत्यु નાન્યઃ શિવઃ શિવપશ્ય મુનીન્દ્ર ! પૃથા: ||" ('ભક્તામર સ્તોત્ર', ૨૩) અર્થાત્ હે ભગવનું ! જ્ઞાની પુરુષો તમને સૂર્યસમાન તેજસ્વી નિર્મલ અને અંધકારથી દૂર એવા પરમ પુરુષ માને છે. તમને અંતરથી શુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરીને મનુષ્યો મૃત્યુને જીતી જાય છે. મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવાનો આવો પ્રશસ્ત માર્ગ કોઈ નથી. કલ્યાણ મંદિરના ૧૪મા શ્લોકમાં આવો જ ભાવ રહેલો છે :
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy