SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 100 *।। ભક્તામર તુલ્યું નમઃ । કરી આવડો મોટો સમુદ્ર છે એમ ક૨ી સમુદ્રનો વિસ્તાર બતાવે છે, તેમ હું પણ મારી શક્તિ પ્રમાણે સ્તુતિ કરવા ઉદ્યમંવત થયો છું તે યોગ્ય છે.'' સ્તોત્રકાર સૂરિજી પ્રભુના નામગ્રહણનું માહાત્મ્ય બતાવતાં કહે છે કે તમારું નામ માત્ર ગ્રહણ કરવાથી પ્રાણીઓનું ભવ-ભ્રમણ દૂર થાય છે. (શ્લોક-૭) ચંદન પર વિંટળાયેલો મણિધર જેમ મયૂરના કેકારવથી મુક્ત થઈ જાય છે તેમ પ્રભુનું નામસ્મરણ હૃદયપૂર્વક લેવાથી મનુષ્ય પણ કર્મના બંધનમાંથી મુક્ત બને છે (શ્લોક ૮). હે જિનેશ્વરદેવ ! તેજવાળા સૂર્યને પ્રગટ થતાં જેમ ચોર નાસી જાય છે તેમ તમારું દર્શન કરવાથી જ મનુષ્યો સેંકડો ભયંકર ઉપદ્રવોથી તત્કાળ મુક્ત થાય છે. (શ્લોક ૯) પાણીએ મંત્રથી અમૃતરૂપ ધારણ કર્યું હોય તો તે પાણી વિષના વિકારને દૂર કરે છે, તેમ આત્માનું પરમાત્મા રૂપે ચિંતવન કરવાથી તે પરમાત્મારૂપ થાય છે. (શ્લોક ૧૭) શ્રી જિનેશ્વરદેવ પોતાના આશ્રિતોને તારે છે તેવું જણાવતાં સ્તોત્રકાર કહે છે કે : ત્વ નાથ ! જન્મ જલધેવિપ૨ાખ઼ુખોડપ, યત્તારયસ્ય સુમતો નિજપૃષ્ઠલગ્નાન્ । યુક્ત હિ પાર્થિવનિપસ્ય સતસ્વર્વવ ચિત્રં વિભો ! યદસિ કર્મવિપાકશૂન્યઃ ॥૨૯॥ અર્થાત્ “હે નાથ ! આપ આ સંસારસમુદ્રથી વિમુખ છતાં પણ આપની પાછળ લાગેલા સુમતિવાળા(આપનો આશ્રય કરનારા)ને આપ તારો છો. હે વિશ્વેશ ! તે તો યોગ્ય જ છે, કેમકે કુંભારનું બનાવેલું માટીનું વાસણ પોતાનો આશ્રય કરનારને આ લોકમાં પણ વિમુખ (નીચું મોઢું) રાખીને સમુદ્રમાં તારી શકે છે, પણ આપને વિશે એટલું આશ્ચર્ય છે કે તે કર્મવિપાક સહિત હોય છે, અને આપ તો તેથી રહિત છો, છતાં પણ તારી શકો છો.' સ્તોત્રની કમનીયતા, મનોહારિતા, સુંદર પદાવલિઓ, ભાષાની અકૃત્રિમ શૈલી, કવિતા મનોભાવની, નિર્મળતા કાવ્ય ને વાસ્તવિક સ્તોત્ર બનાવે છે. (૫) વજસ્વામી : તેમનો સમયકાળ વીર નિર્વાણ પછી ૪૯૬થી ૫૮૪ સુધીનો છે. તેમણે ૫૧ શ્લોકમાં ગૌતમસ્વામી સ્તવન રચ્યું છે. કવિના હૃદયમાં ગૌતમનો નિર્મળ દેહ વિવિધ રૂપ ધારણ કરે છે. અહીં કવિકલ્પનાની મનોહારિતા અનુભવી શકાય છે. (૬) વિદ્યાનંદ પાદ કેશરી : ઈ. સ. ની ૬ઠ્ઠી સદીનો તેમનો સમયકાળ ગણવામાં આવ્યો છે. આ યુગમાં અન્ય સ્તોત્રોમાં તેમનું રચેલું ‘પાદ કેશરી સ્તોત્ર' પ્રસિદ્ધ છે. એમાં ૫૦ પદોથી મહાવીરની સ્તુતિ છે. (૭) આચાર્ય દેવનંદિ : વિક્રમની છઠ્ઠી સદીમાં આચાર્ય દેવનંદિએ સિદ્ધિપ્રિય સ્તોત્રની રચનામાં પાદાન્તયમક્ અને ચક્રબંધનો પૂર્ણ પ્રયોગ કર્યો છે. સાતમી સદીથી રચાતા હિંદુ ધર્મનાં સ્તોત્રોમાં સરળતા અને સ્વાભાવિકતાને સ્થાને તત્કાલીન
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy