SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 99 જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ (૪) સિદ્ધસેન દિવાકર : આચાર્ય સિદ્ધસેન દિવાકરના સમય વિશે મતમતાંતર પ્રવર્તે છે. શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે, શ્વેતામ્બરોમાં સ્તુતિકાર તરીકે આદ્ય સ્થાન ભોગવનારા કોઈ હોય તો તે સમગ્ર દર્શનોનું વર્ણન કરનારાઓમાં સૌથી પ્રથમ, તાર્કિકચક્રચૂડામણિ આચાર્ય સિદ્ધસેન દિવાકર છે. એમ કહેવું ખોટું નહીં ગણાય. તેઓના સમય પરત્વે જાત-ભિન્નતા છે, ઈ. સ. છઠ્ઠી શતાબ્દી પછી તો તેઓ થયા જ નથી એમ સૌ કોઈ સ્વીકારે છે.’’ ܀ સાહિત્યકલારત્ન આચાર્ય વિજયયશોદેવસૂરિ મહારાજસાહેબ આચાર્ય દિવાકરના સંદર્ભમાં જણાવે છે કે, “સિદ્ધસેન દિવાકરને જૈન સ્તોત્રકારોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. એમનો સમય જૈન પરંપરા અનુસાર વિક્રમની પ્રથમ સદી માનવામાં આવે છે. શ્રી સુખલાલ જૈને સિદ્ધસેન દિવાકરને, આઘજૈન તાર્કિક, આર્જન કવિ, આદ્યજૈન સ્તુતિકાર, આદ્ય જૈનવાદિ, આઘ જૈનદાર્શનિક તથા આદ્ય સર્વદર્શનસંગ્રાહક માન્યા છે.'' સિદ્ધસેન દિવાકરની રચનાઓમાં દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા, 'શક્રસ્તવ' (ગઘ), ‘જિનસહસ્રનામ' તથા ‘કલ્યાણમંદિર સ્તોત્ર' છે. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં ૩૨-૩૨ ૫દ્યોનાં ૩૨ સ્તોત્રો બહુ જ મહત્ત્વપૂર્ણ અને અનેક દાર્શનિક તત્ત્વોથી સંકલિત છે. તેમાં મહાવીર સ્વામીની સ્તુતિની સાથે સાથે વૈદિક, જૈન, બૌદ્ધ આદિ ભારતીય દર્શનોનું સ્વરૂપ બતાવ્યું છે. તેથી તે જૈન સાહિત્યના આભૂષણરૂપ છે. ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ પ્રાચીન જૈન સ્તોત્રમાં અતિ લોકપ્રિય અને બહુ જ પ્રસિદ્ધ સ્તોત્રકાવ્ય છે. તેમાં આચાર્યજીએ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. વસંતતિલકા છંદમાં ૪૪ પદ્યોનું વૈદર્ભી શૈલીમાં રચાયેલું આ સુંદર સ્તોત્ર છે. એવી પણ કિંવદન્તી છે કે, મહાકાલના મંદિરમાં આ સ્તોત્ર રચાયેલું અને એનું ઉચ્ચારણ થતાં જ શિવમૂર્તિમાંથી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પ્રગટ થયેલી. સ્તોત્રની આવી ચમત્કારી શક્તિથી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય અને અન્ય નગરજનોએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ભાવભક્તિપૂર્વક રચાયેલ આ સ્તોત્રની ભાષા સરળ અને સુમધુર છે. તેમાં કવિએ ભાવોની અભિવ્યક્તિ મનોરમ્ય રીતે વ્યક્ત કરી છે. કવિએ અહીં પોતાની લઘુતાનું દર્શન શ્લોક-૫માં કરાવ્યું છે જે આ પ્રમાણે છે : અભ્યઘતોઽસ્મિ તવ નાથ ! જડાશયોપ, કર્યું સ્તવં લસદસંખ્યગુણા કરસ્ય | બાલોડપિ કિંન નિજબાહુયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથયતિ સ્વધિયામ્બુરાશેઃ ॥૫॥ અર્થાત્ “હે નાથ ! હું જડબુદ્ધિવાળો છતાં પણ દેદીપ્યમાન અસંખ્ય ગુણોના સ્થાનરૂપ તમારું સ્તોત્ર ક૨વાને ઉદ્યમવંત થયો છું. કારણ કે બાળક પણ પોતાની બુદ્ધિથી પોતાના હાથ પહોળા કરી શું સમુદ્રના મોટાપણાને નથી કહેતો ? કહે છે જ. જેમ બાળક પોતાના બે હાથ પહોળા
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy