SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 101 જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ એશ્વર્યસંપન્ન ભદ્ર સમાજની વિલાસીનતાને કારણે ક્લિષ્ટતા, કૃત્રિમતા અને શૃંગારે પ્રવેશ કર્યો. જૈન ધર્મ વિતરાગી હોઈ, જૈન કવિઓએ રચેલા સ્તોત્રમાં આલંકારિક સમૃદ્ધિ અને શબ્દચમત્કૃતિ તો ભરપૂર નિષ્પન્ન થઈ પણ તે કાવ્યો શૃંગારચિત્રણથી મદણ્ અંશે દૂર રહ્યાં. એ જૈન અને હિંદુ સ્તોત્રો વચ્ચેનો એક મુખ્ય ભેદ છે. સાતમી સદી એ સ્તોત્રો-કાવ્યોનો સુવર્ણ યુગ છે. આ સદીના ત્રણ મૂર્ધન્ય સ્તોત્રકારો જૈનાચાર્ય માનતુંગસૂરિ, અને હિંદુ ધર્મના બાણભટ્ટ અને મયૂરભટ્ટ સ્તોત્રસાહિત્યના ઇતિહાસમાં જાજ્વલ્યમાન પ્રતિભાઓ છે. તેમની લેખિનીમાંથી સાહિત્યિક સમૃદ્ધિથી સંપન્ન સ્તોત્રોનું નિર્માણ થયું છે. ܀ (૮) માનતુંગસૂરિ : માનતુંગસૂરિનો સમયકાળ અનિશ્ચિત છે. તેમણે નમિઊણ (ભયહર) સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને ભત્તિધ્મર સ્તોત્રની રચના કરી. તેઓ ‘સૂર્યશતક'ના કર્તા મયૂરભટ્ટ અને ‘ચંડીશતક'ના કર્તા બાણભટ્ટના સમકાલીન હતા તેવું માનવામાં આવે છે. યુગના આદિપુરુષ શ્રી આદિનાથ ભગવાનની પ્રશંસા કરતું ભક્તામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં ૪૪ શ્લોક (દિગમ્બર ૪૮ શ્લોક)માં રચાયેલું છે. તેમાં સૂરિજીએ જિનેશ્વરદેવના અપ્રતિમ રૂપ, ગુણ, નામસ્મરણના મહિમાને પદ્યાત્મક રૂપે વર્ણવ્યાં છે. આ સૌથી વધુ પ્રચલિત સ્તોત્ર છે. શ્રી જિનેશ્વરદેવના અલૌકિક રૂપને જોતાં શ્રી માનતુંગસૂરિ જણાવે છે કે, “દુષ્ટ્રવા ભવન્તમનિમેષવિલોકનીયં નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ પીત્વા પયઃ શશિકરદ્યુતિ દુગ્ધસિંધોઃ ક્ષાર જલં જલનિધે રસિતું ક ઇચ્છેત્ '' (ભક્તામર સ્તોત્ર : ૧૧) અર્થાત્ “હે પ્રભો ! અનિમેષ દષ્ટિએ નિરંતર દર્શન ક૨વાયોગ્ય એવા આપને એક વાર જોયા પછી મનુષ્યની આંખો અન્ય કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણની કાંતિ જેવું ક્ષીર સમુદ્રનું શ્વેત દૂધ પીધા પછી દરિયાનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે ?'' માનતુંગસૂરિજીએ આ સ્તોત્રના બારમા શ્લોકમાં પ્રભુને અદ્વિતીય અલંકારરૂપ કહ્યા છે. “શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર નિર્માયેલું છે, તે પરમાણુઓ આ વિશ્વમાં તેટલા જ છે, કારણ કે તમારા જેવું અન્ય રૂપ આ પૃથ્વીમાં કોઈ પણ સ્થળે હસ્તી ધરાવતું નથી.'' (શ્લોક ૧૨) સૂરિજીએ પ્રભુને અપૂર્વ દીપક કહ્યા છે : “નિર્ધમવર્તિ૨૫વર્જિત તેલપૂરઃ કૃત્નું જગત્રયમિદં પ્રકટીકરોષિ ।
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy