SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર જીવિતનો અંત થવાથી ચોથા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને પૂર્વવિદેહમાં રહેલ ક્ષેમંકર નામની વિજયમાં ભરતપુરમાં તે વિમલવાહન રાજાનો શ્રી ચંદ્ર નામે પુત્ર થયો. ત્યાં ભોગ સુખમાં લીન થયેલો બ્રહ્મદત્તનો જીવ શ્રીચંદ્ર સૂર્ય અને ચંદ્રના ઉદય અને અસ્તને ચિત્તમાં જાણતો ન હતો. હવે એક વખત નગરના ઉધાનમાં સમાધિગુપ્ત નામના આચાર્યને આવેલા સાંભળીને શ્રીચંદ્ર નમસ્કાર કરવા માટે ગયો. ક જિનેશ્વરે કહેલા ધર્મને સાંભળવા માટે કુમાર બેઠે ત્યારે તે મુનીશ્વરે દેશના કરવામાટે શઆત રી. જીવ અનાદિકાલથી ઘણા પ્રકારની યોનિઓમાં ભ્રમણ કરતો દુ:ખોવડે કર્મના પ્રભાવથી મનુષ્યપણું પામે છે. ૧. ઇન્દ્રધનુષ્ય – સર્પની ફણા -પરપોટા –ને સંધ્યાનારંગ સરખા મનુષ્ય જન્મમાં જે જિન ધર્મને કરતો નથી તે મરણ પામેલો નરકમાં જાય છે. (૨) જેમ અગ્નિ લાકડાંવડે તૃપ્ત થતો નથી. સમુદ્ર પાણીવડે તૃપ્ત થતો નથી. તેવી રીતે જીવ - ઘણા કામભોગોવડે તૃપ્ત થતો નથી. આ પ્રમાણે સાધુનું વચન સાંભળી શ્રીચંદ્ર તરતજ રાજ્ય પોતાના પુત્રને આપી મુનીશ્વર પાસે દીક્ષા લીધી. તે શ્રીચંદ્ર મુનિ છ8 અઢમઆદિતપ કરતાં આયુષ્યના ક્ષયે બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. નીલકુંડ- નામના નગરમાં વિજ્યસેન રાજાની ગુણ અલંકારથી ભૂષિત નયનચૂલા નામે પત્ની હતી. તેને વજકંબુ નામે પુત્ર હતો. અને શ્રેષ્ઠ – હેમવતિ નામે પુત્રવધૂ હતી. તે બને સુંદર ચિત્તવાલા – સદગુણની શ્રેણીથી શોભતાં હતાં. 5 શ્રીકાંતનો જીવ તે બન્નેનો સ્વયંભૂ નામે પુત્ર થયો. હવે વસુદત્તના જીવે ઘણા ભવોમાં ભ્રમણ કર્યું. - હવે તેજ નગરમાં અનુક્રમે તે વસુદત્તનો જીવ જિનેશ્વરના મતને સેવનારો શ્રીભૂતિ નામે પુરોહિત થયો. # તેને પતિને વિષે ભક્તિવાલી ગુણનીખાણ સરસ્વતિનામે પત્ની હતી. સમાધિવાલી તે જિનેશ્વરે કહેલા ધર્મને કરતી રહેતી હતી. ક આ બાજુ ગુણમતિનો જીવ ઘણી યોનિઓમાં ભ્રમણ કરતો અનુક્રમે કર્મન વશથી વિંધ્યાટવીમાં હાથિણી થયો. 5 ગંગાના કાદવમાં ખૂંચેલી ને જેનો જીવ જવાની તૈયારીમાં છે એવી હાથિણીને જોઈને કૃપાની આશાવડે સાધુએ મનમસ્કાર આપ્યો. 5 પરાધીન એવી તે હાથિણી મરીને સરસ્વતિની કુક્ષિમાં ઉત્પન્ન થઈ. પૂર્ણ માસે સરસ્વતિએ અનુક્રમે પુત્રીને જન્મ આપ્યો. પ્રિયા સહિત – શ્રીભૂતિએ પુત્રીનું વેગવતિ નામ આપ્યું અનુક્રમે તે વેગવતિ જૈનધર્મની દ્રષિણી થઈ. આ તરફ તે નગરના ઉદ્યાનમાં સુંદર નામના મુનીશ્વરને લોકોવડે વંદન કરાતા જોઈને તે વેગવતિ આ પ્રમાણે વિચારવા લાગી જો આ સાધુ હમણાં જલદી લંક્તિ થાય તો જિનમતમાં ઘણું મોટું ક્લંક થાય * હવે વેગવતિએ મનુષ્યોની આગળ કહ્યું કે આ મુનિને ગઇકાલે સાંજે સ્ત્રીની સાથે ક્રીડા કરતાં મેં જોયા છે. 5 કહ્યું છે કે :- રાગ કે દ્વેષથી જે સાધુના દોષ કહે છે તે સંસારમાં હજારો દુ:ખો અનુભવતાં ભ્રમણ કરે છે. કો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy