SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્યા અથવા જૈન ગીતા સંબંધ ૨૮૧ દેવ થાય છે. ક ત્યારે તેઓ શ્રેષ્ઠ વિમાનમાં સેંકડો દેવીઓનાં પરિવારવાળા અપ્સરાઓના સંગીતના માહાત્મવાળા – દીર્ધકાલ સુધી વિષયસુખ ભોગવે છે. ત્યાંથી અવીને અહીં આવેલા પ્રસિદ્ધ કીર્તિવાલા રાજવંશમાં સુખભોગવીને ફરીથી દેવલોકને પામે છે. ફરીથી જિનેશ્વરના ધર્મમાં સમ્યક્ત પામીને વ્રત – નિયમને ગ્રહણ કરી ઘોર તપ કરી ધીર એવા તેઓ મોક્ષ ઘરને પામે છે. * અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે:- સૂર્યાસ્ત થાય ત્યારે પાણીને લોહી કહેવાય છે અને અન્નને માંસ સરખું માર્કંડ ઋષિએ કહ્યું છે. * નરકનાં ચાર દ્વાર – દરવાજા કહ્યાં છે. પહેલું રાત્રિભોજન – બીજું પરસ્ત્રીગમન – ત્રીજું સંધાણ – બોળ- અથાણું અને ચોથું અનંતકાય. 5 આપ્ત પુરુષે કહેલા ધર્મને સાંભળીને અરિહંતનો ધર્મ સાંભળીને ધનદન મરી પહેલાં દેવલોકમાં ગયો. # ત્યાં સ્વર્ગનુંસુખ ભોગવીને મહાસુર નામના નગરમાં પદ્મચિ નામે કૃતાર્થ એવો તે મિત્રશેઠનો પુત્ર થયો. તે પભરુચિ નગરની અંદર જતાં એક શ્રેષ્ઠ ઘરડા બળદને સ્વાસલેતો પૃથ્વીતલપર પડી ગયેલો ને ચીસ પાડતો જોઈને તેણે તે બળ દને પંચનમસ્કાર એવી રીતે સંભળાવ્યો કે કાનમાં ગયેલા નવકારની તેણે સુંદરભાવથી શ્રધ્ધા કરી. 5 તેજ નગરમાં તેજ વખતે તે મરી ગયેલો બળદ છત્રછાય રાજાની શ્રીકાંતા નામની પત્નીની કુક્ષિમાં અવતર્યો. તે પુત્ર જન્મ્યો ત્યારે રાજાએ તેનો જન્મોત્સવ કરીને સજ્જનોની સાક્ષીએ તેનું વૃષભધ્વજ નામ આપ્યું. કુમાર પોતાનો પૂર્વભવને પોતાની પૂર્વભવની મૃત્યુભૂમિ જોઈ જાતિસ્મરણ જ્ઞાન પામી વારંવાર આ પ્રમાણે વિચારવા લાગ્યો. ક પૂર્વભવમાં શીત ને તૃષાથી પીડાપામેલા મારા બળદના પૂર્વભવમાં મરતાં એવા મને રાજપુત્રે પંચનમસ્કાર આપ્યા.5 પંચનમસ્કારના પ્રભાવવડે મારો રાજકુલમાં જન્મ થયો. આથી અહીં જિનેશ્વરમંદિર કરીશ. * જિનમંદિર કરાવીને રાજપુત્ર કુમારસહિત ઘરડાં બળદનું ચિત્ર કરાવ્યું. રાજપુત્રે સેવકોને કહ્યું કે મનુષ્ય અહીં આવી લાંબાકાળ સુધી રહે ત્યારે મારી આગળ જલદી કહેવું. તે પછી જિનમંદિરમાં વંદન કરવા માટે ઘણાં લોકો આવ્યાં ત્યારે વણિક શ્રેષ્ઠ – પધરુચિ આવ્યો. જિનેશ્વરને નમન કરીને જ્યારે પદ્મરુચિ – મનુષ્ય ને બળદનારૂપને જોતો બીજે ઠેકાણે જતો નથી ત્યારે ચાકરોએ રાજપુત્રને જણાવ્યું, રાજપુત્રે આવી પારુચિને નમસ્કાર કરી કહ્યું તમે મને નમસ્કાર આપવાવડે આવી લક્ષ્મી આપી. 5 હું બળદ હોવા ક્યાં પણ નમસ્કાર આપવાથી તમારાવડે આવું મહાન રાજય પમાડાયો છું. આથી તમે મારા સંસારતારક ગુરુ છો. * કહ્યું છે કે માતા તે કરી શકતી નથી. પિતા પણ તે કરી શકતો નથી. સર્વે બાંધવો પણ તે કરી શક્તા નથી. જે અત્યંત પ્રસન્ન – સમાધિમરણને – આપનાર છે. તે પછી તે બન્ને નિરંતર સર્વજ્ઞ અને ગુરુની પૂજા કરતાં પરસ્પર પ્રીતિવાલા હર્ષપૂર્વક રહે છે. અનુક્રમે આયુષ્યનો ક્ષય થયો. ત્યારે પદ્મચિ અને વૃષભધ્વજ મરણ પામીને બીજા દેવલોકમાં દેદીપ્યમાન શરીરવાલા દેવ થયા F સ્વર્ગમાંથી ચ્યવી પદ્મચિ નંદાવર્ત નામના શ્રેઝનગરમાં નંદીશ્વર રાજાનો નયનનંદક પુત્ર થયો. ક ત્યાં નંદીશ્વરનો પુત્ર – ખેચરની ઋધ્ધિ ભોગવીને દીક્ષા લઈ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy