SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્યા અથવા જેન ગીતા સંબંધ ૨૫૯ ગયો. તે ચોરને પકડી – પાળે રાજાની પાસે લાવી જેટલામાં રોષવડે હણવા માટે શેઠ જલદીથી પાછું વળ્યો કો તેટલામાં ત્યાં ચંદ્રચૂડ નામના જ્ઞાની આવ્યા અને કહ્યું કે શેઠ ! હમણાં તારે આ ચોર બ્રાહ્મણને મારવો ન જોઈએ ક શેઠે કહ્યું કે તેણે એકાંતમાં મારી ઘણી લક્ષ્મી હરણ કરી છે. આથી આને જલદીથી ચોર દંડવડે હું હણીશ 5 જ્ઞાનીએ કહ્યું કે – પૂર્વભવમાં તેં ચંદ્રપુરમાં સોમશેઠના ઘરમાં ગુપ્તપણે પ્રવેશ કરીને તેં સોમની લક્ષ્મી હરણ હતી ક આથી તેણે આ ભવમાં ગુપ્તપણે તારી લક્ષ્મી હરણ કરી છે. આ કારણથી હે વણિક્વારા તારે આ બ્રાહ્મણને મારવો ન જોઈએ. 5 પાનામના નગરમાં વીરવણિકરાજા પુરોહિતમંત્રી ને શ્રેષ્ઠિરાજશ્રીધર પરસ્પર પ્રીતિવાલા હતા. * આથી તે રાજા વગેરેને અહીં પૂર્વભવનાસ્નેહથી પરસ્પર ઘણી પ્રીતિ થઈ. ક કહ્યું છે કે: यस्मिन् दृष्टे मनस्तोष: द्वेषश्च प्रलयं व्रजेत्। स विज्ञेयो मनुष्येण, बान्धव: पूर्वजन्मनः ॥९१४॥ જેને જોવાથી મનમાં સંતોષ થાય. ને દ્વેષ નાશ પામે તે મનુષ્યને પૂર્વભવનો બાંધવ જાણવો જોઈએ. ક જે પ્રાપ્ત થયેલા જન્મમાં પોતાનાં કર્મની પરિણતિથી જે શુભ અને અશુભ થાય તે દેવો અને અસુરોવડે પણ અન્યથા કરી શકાતું નથી. તે પછી ભીમે ઊભા થઈને મિચ્છામિ દુકકડ પૂર્વક ધર્મ આપવાથી વૈરીની સાથે (શત્રુ સાથે) પ્રીતિ કરી. ક તે સર્વે અરિહંતના ધર્મને કરીને અનુક્રમે સ્વર્ગના સુખને ભોગવીને ફરીથી સુખદાયક મનુષ્યજન્મ પામીને સ્વર્ગ લોકમાં ને મનુષ્ય લોકમાં પરસ્પર ઘણા ભવ પામીને અનુક્રમે બધા રાજાવગેરે મોક્ષસુખને પામ્યા. 5 એ પ્રમાણે સાંભળીને રામે પૂછ્યું કે ક્યા કર્મથી નલવડે હસ્ત અને નીલવડે પ્રહસ્ત મરાયો ? તે કહો. * કેવલી ભગવંતે કહ્યું કે લક્ષ્મીવડે શ્રેષ્ઠ એવા કુશસ્થલ નામના નગરમાં ઈન્ધક અને પલ્લવ નામે બ્રાહ્મણ એવા બે સગા ભાઈઓ હતા. 5 તે બન્ને ખેતીવાડીમાં રક્ત જિનેશ્વરના મતનો આશ્રય કરનારા બે – સાધુઓને શુદ્ધભિક્ષાના દાનથી હર્ષવડે સેવા કરતા હતા. ક કહ્યું છે કે : રોગીઓના મિત્રો વેધો હોય છે. મીઠું બોલનારાઓ સ્વામીના મિત્ર હોય છે. દુ:ખથીબળેલાના મિત્રો મુનિઓ હોય છે. અને જેની સંપત્તિ ખલાસ થઈ ગઈ છે તેના મિત્રો જ્યોતિષી હોય છે. ક તેજ નગરમાં કૃષ્ણ ને મુકુંદ નામના સગાભાઈ એવા બે બ્રાહ્મણો દયાવગરના મૂઢપણાથી હંમેશાં સાધુઓને વિષે પ્રગટ નિંદા કરે છે. 5 શ્રીપુર નગરમાં અત્યંત ધર્મિષ્ઠ એવા વૈરિમર્દનરાજા પાસેથી દાનલેવા માટે અનુક્રમે કૃષ્ણ ને મુકુંદ વગેરે બ્રાહ્મણો ગયા. # લોભથી કૃષ્ણ ને મુકુંદવડે ઇન્ધક ને પલ્લવ બ્રાહ્મણો મારી નંખાયા. ધર્મના પ્રભાવે તે બન્ને હરિવર્ષક્ષત્રમાં યુગલિક થયા. * કૃષ્ણ ને મુકુંદ મરીને કાલિંજર નામના વનમાં પાપકર્મથી સેગસહિત સસલા થયા. ક કહ્યું છે કે તીવ્ર શ્વાય ભાવવાળા પુરુષો સાધુઓની નિંદામાં તત્પર અને ઇન્દ્રિયને વશ પામેલા પુરુષોનું નિશ્ચય દુર્ગતિગમન થાય છે. ૧. તે પછી તે બને મરીને ભીમનામના અરણ્યમાં અતિદુ:ખી મૃગ થયા. અને ત્યાંથી તે બન્ને ચંદ્ર નામના વનમાં રોગવાળા શિયાળ થયા. 5 આ પ્રમાણે તિર્યંચયોનિમાં ઘણા ભવસુધી ભ્રમણ કરી તે પછી તે બન્ને અજ્ઞાનતામાં શ્રેષ્ઠ – જટાધારી તાપસ થયા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy