SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર TM ત્યાંથી મરીને અરંજિકા નગરમાં વિષ્ણુકુમાર રાજાના સુંદરૂપને ધારણ કરનારા હસ્ત અને પ્રહસ્ત નામે પુત્રો થયા. TM બન્ને યુગલિયાઓ સ્વર્ગમાં જઇને શ્રીપુર નગરમાં ધર્મક્થિામાં તત્પર સર્વજ્ઞનાસેવક શ્રેષ્ઠ વણિક થયા. ત્યાંથી દેવલોકમાં જઈને શ્રેષ્ઠ કિષ્કિંધા નગરીમાં રક્ષરજનાપુત્ર શ્રેષ્ઠ – નલ અને નીલ નામે થયા. ૨૦ પૂર્વભવના વૈરથી રાજાનાપુત્ર – નલ અને નીલે યુદ્ધમાં હસ્ત અને પ્રહસ્ત રાજાને યમના આવાસમાં મોક્લ્યા. ક્યું છે કે:- પહેલાં જેનાવડે જે હણાયો હોય તેનાવડે તે હણાય છે. તેમાં સંદેહ નથી. તેથી કરીને અજ્ઞાનઆદિથી – અન્યશત્રુને ન હણવા જોઇએ. à શ્રેણિક ! જે જીવોને સુખ આપે છે તે સુખને ભોગવે છે. દુ:ખ આપનારો દુ:ખ પામે છે. તેમાં સદેહ નથી. ફરીથી રામે જ્ઞાની ભગવંતને પૂછ્યું કે વિશલ્યાએ શું પુણ્ય કર્યું હતું ? કે જેથી આ ભવમાં લક્ષ્મણના દેહમાંથી – વિશલ્યાના હાથના સ્પર્શથી શક્તિ નીક્ળી ગઇ. તે પછી જ્ઞાનીએ ક્યું કે હે રામ ! તેં જે પૂવાલાયક પૂછ્યું છે તેનો જવાબ તું સાંભળ ! પુંડરીક નામના વિજ્યમાં ધીર ચક્વર્તિને પ્રીતિનામની પ્રિયા હતી. તેને દેદીપ્પમાન ગુણવાલી અનંગશ્રી નામે પુત્રી થઇ. સુપ્રતિષ્ઠ નગરીનાસ્વામી પુનર્વસુ વિધાધર તે કન્યાને હરણ કરીને જેટલામાં દૂર ગયો. તેટલામાં ત્યાં વિધાધરો ભેગા થયા. “ તે પછી યુદ્ધ થયે તે તેનું વિમાન ભાંગી નંખાયે તે ચંદ્રની પ્રભાજેવી કન્યા કોઇ વનમાં પડી શિકારી પશુઓથી યુક્ત – તે ભયંકરવનમાં પોતાના માણસોનું સ્મરણ કરીને કરુણ શબ્દપૂર્વક સ્ક્રૂન કરતી પિતા વગેરેનાં નામને લે છે. આ પ્રમાણે લાંબા કાળસુધી રુદન કરીને પોતાને ધીરજ પમાડીને તે કન્યા ફળા હારને કરતી અઠ્ઠમ વગેરે તપ કરવા લાગી. તે કન્યાએ હંમેશાં , અઠ્ઠમ આદિ તપ કરતાં સંવેગથી વાસિત થયેલી તેણીએ ત્રણહજારવર્ષ પસાર કર્યાં આ તરફ મેરુપર્વતપર જિનેશ્વોને નમસ્કાર કરીને લબ્ધિવાસનામે વિધાઘરપતિ ત્યાં આવ્યો. નીચે કન્યાને જોઇને તે ભૂમિપર આવ્યો. તેને ઓળખીને નમસ્કાર કરીને તે વિધાધરે ક્યું કે – તું ચાલ તને હમણાં તારા પિતાની પાસે હું લઇ જઇશ. તે પછી તેણીએ તેને હ્યું કે મારાવડે અનશન સ્વાકારાયું છે. તેથી હું બીજે ઠેકાણે જતી નથી. તે પછી વિધાધરે ચક્વર્તિની આગળ – કન્યાનું સ્વરૂપ ક્યું ચક્રી જેટલામાં તે વનમાં આવ્યો. તેટલામાં પોતાની પુત્રીને અજગરવડે ગળી જવાતી કુટુંબ સાથે તેણે જોઇ. તે વખતે અજગરના મુખમાંથી (તેને) રાજા ખેંચવા લાગ્યો ત્યારે તે કન્યાએ ક્યું કે હમણાં મેં સ્વર્ગના સુખને આપનાર અનશન ગ્રહણ કર્યું છે. હમણાં મારા આ શરીરના ખાવાવડે હે પિતા! આ અજગરની આશા હમણાં પૂરી કરો. ભક્ષ્ય કરવા લાયક આ મારું શરીર તમે ગ્રહણ કરશો તો આ પ્રાણીનું મૃત્યુ થશે. તેથી તમને ઘણું પાપ લાગશે. ૬ અગરવડે પુત્રીને ભક્ષણ કરાયેલી જાણી રાજા પોતાના નગરમાં આવી પુત્રને રાજ્ય આપી જલદી તે દીક્ષા લેવાની ઇચ્છાવાળો થયો. તે ચક્વર્તિએ બાવીશહજાર પુત્રો સાથે શ્રી ચંદ્રશેખર આચાર્યની પાસે સંયમ લીધુ. ૬ લાંબાકાળ સુધી તપતપી. કેવલજ્ઞાન પામી એક વખત ઘણા સાધુ સાથે ચક્વર્તિ મોક્ષમંદિરમાં ગયા. આ તરફ દુષ્ટ આત્મા અજગરવડે ખવાતી ધર્મધ્યાનમાં તત્પર એવી તે કન્યા દેવલોકમાં દિવ્યરૂપવાલી દેવી થઇ. ત્યાંથી મરીને તે અનંગશ્રી જિનધર્મની સેવાથી સુંદરરૂપવાલી વિશલ્યાનામે દ્રોણરાજાની પુત્રી થઇ. TM તે ગર્ભમાં ઉત્પન્ન થઇ ત્યારે માતાને લાંબા કાળથી ઉત્પન્ન
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy