SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર એક સાતમીમાં – પાંચ પાંચમીમાં – એક ઠ્ઠીમાં એક ચોથીમાં કૃષ્ણ ચોથી નરકમાં ગયા તે વખતે મોટેથી જય જય એ પ્રમાણે શબ્દ બોલતાં દેવોએ લક્ષ્મણના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ઋ તે વખતે એક્દમ બિભીષણે રાક્ષસોને સ્વસ્થ કરીને કહ્યું કે જો તમે લક્ષ્મણની સેવા કરો તો તમારું જીવિત છે. “ કુંભર્ણ – ઇન્દ્રજિત મેધવાહન વગેરે રાક્ષસોએ રામને નમીને રાવણનું પ્રેતકાર્ય કર્યું. રામે જિનેશ્વરને અને માતૃવર્ગને પ્રણામ કરીને સર્વ ઠેકાણે હર્ષવડે જિનપૂજન કરાવ્યું તે પછી જલદીથી ઉઘાનવનમાંથી સીતાને લાવીને રામે પોતે ગીત – ગાન વગરે નૃત્યોને કરાવ્યાં. તે પછી રામે પોતાના સર્વ પરિવારને અને રાવણના પરિવારને ઉત્તમ અન્નપાન આપી પ્રસન્ન કર્યા. ૨૫૮ આ બાજુ અમિતબલ નામના જ્ઞાની – ૫૬ – હજાર સાધુઓ સાથે લંકા નગરી પાસે આવ્યા. રામ – લક્ષ્મણ – સુગ્રીવ – કુંભકર્ણ – બિભીષણ – અને ઇન્દ્રજિત વગેરે રાજાઓ સાધુઓનું આગમન સાંભળીને મોટું દાન આપી જલદી સુંદર ઉત્સવ કરતાં તે જ્ઞાનીની પાસે ધર્મ સાંભળવા માટે આવ્યા. “ આદરપૂર્વક તે સાધુને ત્રણ પ્રદક્ષિણા આપી રામવગેરે રાજાઓ ધર્મ સાંભળવા માટે બેઠા. – હવે તે દિવસને અંતે ત્યાં અમિતબલનામના સાધુ ૫૬ – હજાર મુનિ સહિત – લંકા નગરીમાં આવ્યા. જો તે મુનિ મહાત્મા લંકાધિપતિ રાવણ જીવતો હોત ત્યારે આવ્યો હોત તો લક્ષ્મણને રાવણની સાથે પ્રીતિ થાત. તે વખતે ભગવંત ધ્યાન કરતા હતા.ત્યારે રાત્રિના સમયે ઘાતિકર્મોનો ક્ષય થવાથી તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં આવેલા દેવતાઓના દુંદુભિના શબ્દને સાંભળીને રામ ખેચર સૈન્યસહિત સાધુ પાસે આવ્યા. તે પછી જ્ઞાનીએ મોક્ષસુખને આપનારી દેશના રામ – લક્ષ્મણ ને સુગ્રીવ આદિ રાજાઓની આગળ કરી. = વિદ્વાનપુરુષો યૌવનવયમાં પણ મનમાં જરા (ઘડપણ) થી વ્યાપ્ત થાય છે. પરંતુ – બીજા મંદબુદ્ધિવાલા વૃદ્ધત્વના યોગમાં પણ જરાથી વ્યાપ્ત થતા નથી. 5 મસ્તક ને હૈયામાં ચઢતી જરા – ઉન્નતપણાને સેવે છે. ને મસ્તક ઉપરથી હૈયામાં આવતી જરા નીચપણાને બતાવે છે. (ઘડપણમાં શું થાય?) विकम्पते हस्तयुगं वपुः श्री प्रयातिदन्ता अपि विद्रवन्ति ; मृत्युः समागच्छति निर्विलम्बं, तथापि जन्तुर्विषयाभिलाषी ।। ९०० ।। બે હાથ કંપે છે. શરીરની શોભા ચાલી જાય છે. દાંતોપણ પડી જાય છે. મૃત્યુ પણ વગર વિલંબે આવે છે. તો પણ પ્રાણીઓ વિષયની અભિલાષાવાળા હોય છે. (૯૦) પૂર્વ સંસારમાં (ભવોમાં) ઉત્પન્ન થયેલાં પુણ્ય ને પાપથી ધનદશ્રેષ્ઠની જેમ ખરેખર દ્વેષ ને પ્રીતિ વગેરે થાય છે. ૬ શ્રીપુર નામના નગરમાં ઘણા વૈભવવાળો ધનદ નામે શ્રેષ્ઠિ હતો. તે શેઠને રુપવડે દેવાંગનાઓને જીતનારી અત્યંતરૂપવાલી પત્ની હતી. તેને ભીમનામનો રાજા. કમલનામે પુરોહિત - ધનનામે મંત્રી. ને ચંદ્રનામે શેઠ અનુક્રમે મિત્રો હતા. – એક વખત ધનદશેઠના ઘરે આવીને ધન નામનો બ્રાહ્મણ ચાકર થયો. અને હંમેશાં ઘરનાં કામ કરે છે. એક વખતે તે બ્રાહ્મણે તે શેઠના ઘરમાંથી ગુપ્તપણે લક્ષ્મી લઇને રાત્રિમાં ઉતાવળ કરવા પૂર્વક દૂરદેશમાં ગયો. ૬ પછી શેઠ બ્રાહ્મણસહિત લક્ષ્મીને ગયેલી જોઇને તેના પગલે તે બ્રાહ્મણની પાછળ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy