SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ૨૩૫ કિરણોમાં પોતાના મુખ સરખા નવમુખો હારમાં દેખાયાં. તેથી તેનું નામ દશમુખ કર્યું. (૧) તેથી દશમુખ એ પ્રમાણે તેનું નામ સમસ્ત લોકમાં થયું. અનુક્રમે વૃધ્ધિપામતોતે માતા-પિતાને આનંદ કરનારો થયો. તે પછી કેસીએ કુંભકર્ણ નામના પુત્રને જન્મ આપ્યો. તે પછી રૂપથી દેવાંગનાને જીતી લીધી છે એવી સુર્પણખા નામે પુત્રીને જન્મ આપ્યો ક તે પછી કૈકસીએ સારા દિવસે સુંદર સ્વખથી સુચિત બિભીષણ નામના પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યો. અનુક્રમે તે રાવણ વગેરે વૃધ્ધિ પામતાં પુણ્યનાદિયથી રૂપ – લાવણ્ય અને લક્ષ્મીથી વ્યાપ્ત છે શરીર જેનું એવા થયાં. ક માતા-પિતાના મુખેથી પોતાના શત્રુઓના ઘણા ઘણા પરાભવને જાણીને તે રાવણવગેરે ત્રણે ભાઈઓ ભીમ નામના અરયમાં ગયા. ક ત્યાં તીવ્રતપ કરી પુષ્પવગેરે પૂજાની સામગ્રીવડે તેઓએ રોહિણીવગેરે શ્રેષ્ઠવિદ્યાને સાધી. રાવણને હજારો વિદ્યાઓ વશવર્તી થઈ. પૂર્વપુણ્યના ઉદયથી પ્રાણીઓને શું શું ન થાય ? તે વખતે રાવણને પુણ્યના યોગથી હજારો વિદ્યાઓ વશવર્તી થઈ. અને સાધના કરતા એવા તેને બીજી પણ ઘણી વિદ્યાઓ સિદ્ધ થઈ વિદ્યાની સાધના કરતા કુંભરાજાને પૂર્વ પુણ્યના ઉદયથી એક હજાર વિદ્યાઓ થઈ. બિભીષણ રાજાને વિદ્યાઓની સાધના કરતાં પૂર્વ પુણ્યના ઉદયથી જ ત્રણસો વિદ્યાઓ થઈ. * કહ્યું છે કે મનુષ્ય આ પ્રમાણે સર્વઆદરપૂર્વક પુણ્ય કરવું જોઈએ. ને પુણ્ય કરવાથી કર્મ સાથે જોડાયેલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કા બીજા ગ્રંથોમાં રાવણની વિદ્યાપ્રાપ્તિનું સ્વરૂપ આ પ્રમાણે કહયું છે. કાલપૂરો થયો ત્યારે મોટી વિદ્યાઓ સિધ્ધ થઈ તે આ પ્રમાણે : આકાશગામિની – કામદાયિની – કામગામિની – બે વખત વિજ્ય આપનારી –જયકર્મા – પ્રજ્ઞપ્તિ – ભાનુમાલિની – અનુમાલિની – મનરંભિણી – ક્ષોભા – સુખદાયિની – રજોરૂપા – દિનરજનીકરી વિદ્યા ચારે બાજુ પ્રયત્નવાલી – સમાદ્રષ્ટિ – અજરામરા – વિષણા – જલતંભિણી–અગ્નિતંભિની ગિરિદારિણી – અવલોક્તિી - અરિવિધ્વંસી – ઘોરા – મીરા – ભુજંગની તેમજ તણી – ભુવનવિદ્યા - દાણી – મદનાશિની – રવિ તેજા – ભયજનની–ઐશાની તેમજ જ્યા – વિજ્યા – બંધની – વારાહી –કુટિલા અને કીર્તિ જાણવી. વાતોભૂતા – અદેય શક્તિ – કોબેરી – શાંરી – યોગિની - સિંહબલમથની – ચંદ્રભાવર્ષિણી વગેરે તેને ઘણા પ્રકારની ગુણવાલી વિદ્યાઓ થોડા દિવસમાં રાવણને ત્યાં વશવર્તી થઈ. ક કુંભકર્ણને સર્વરક્ષા – વૃધ્ધિ આકાશગામિની – જાભિંણી અને પાંચમી નિદ્રાણી એ સિધ્ધ થઈ. અને તે વખતે બિભીષણને સિધ્ધાર્થ – અદિમની – નિર્વાતા –આકાશગામિન વગેરે વિદ્યાઓ પ્રાપ્ત થઈ. . આવા પ્રકારની મહાવિદ્યાઓ પ્રાપ્ત કરીને તે ત્રણે ભાઈઓ મહોત્સવપૂર્વક નગરીની અંદર પોતાના ઘરે આવ્યા. ક રાવણનો વિદ્યા પ્રાપ્તિ મહોત્સવ કરાતો હતો ત્યારે પિતામહ સુમાલી અને માલ્યવાન પણ આવ્યા. ભાઈ સહિત રાવણે ઊભા થઈને ઘણી ભક્તિપૂર્વક તે બન્નેનાં ચરણકમલને નમસ્કાર ર્યો. * મનોહર એવી તે વિદ્યાઓવડે રાવણ સ્વેચ્છાપૂર્વકલાસગિરિ– હિમવંતપર્વત – મેમ્પર્વત વગેરેમાં નિચ્ચે ભમણ કરતો હતો. વૈતાઢયપર્વતની દક્ષિણ શ્રેણીમાં સુરસંગીત નગરીમાં મયનામે વિદ્યાધર હતો અને તેને હેમવતી નામની પત્ની હતી. તે બન્નેને સુંદર શરીરવાલી મંદોદરી નામે પુત્રી થઈ. યૌવન અવસ્થામાં રહેલી પુત્રીને જોઈને મયવિદ્યાધરે મંત્રીઓની આગળ યું. * આ પુત્રી સુંદર ઉત્સવપૂર્વક અપાશે. તે પ્રમાણે વિચારીને તે વખતે મયવિધાધર રાવણને આપવા માટે ચાલ્યો. માર્ગમાં જતાં એવા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy