SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર બૃહસ્પતિ નામે મંત્રી હતો. હરિનૈગમેથી નામે સેનાધિપતિ હતો. (૨) તે પછી વિદ્યાનાબલથી ગર્વિત બનેલો ધીર અને અત્યંત વિશ્વાસુ મનવાળો નમિરાજાની જેમ સર્વ ખેચરોનું તે સ્વામિત્વ કરે છે. (૩) આવા પ્રકારના ઈદને સાંભળીને તેને જીતવા માટે માલીરાજા ભાઈઓવડે નિષેધ કરાયા છતાં પણ ઘણા સૈન્ય સાથે ચાલ્યો. 5 સુમાલી ભાઇએ જ્હયું કે: - તે શત્રુ અત્યંત દુ:શક્ય છે. તેથી કરીને બલવાન એવો પણ શત્રુ - ભેદવડે જીતવો જોઇએ. 5 હયું છે કે:- સર્વ ઠેકાણે શસ્ત્રમાં કુલ એવો સુમાલી મોટાભાઈને કહે છે. તમે અહીં નિવાસ કરો. અથવા નગરી તરફ પાછા ફરશે. મહાભયંકર એવા ઉપસર્ગો દેખાય છે. શક્તપણ વિપરીત છે. માટે આપણા માટે તે અજેય છે. આમાં સંદેહ નથી. અરિષ્ટો – ગધેડા – ઘોડા – સારસ પક્ષી – શતપત્ર – કોલું આદિ પ્રાણીઓ દક્ષિણ દિશાતરફ વાસ કરે છે. તે આપણને પરાજ્ય આપનારાં છે. આ પ્રમાણે સાંભળીને ગર્વિષ્ઠ એવા માલીએ – નાના ભાઈને કહયું કે શું ભૂંડના ભયથી સિંહ શું કોઈ ઠેકાણે પોતાના ઘરનું રક્ષણ કરે છે? 5 નંદનવનમાં રત્નજડિત મોટાં જિનાલયો શવ્યાં ને શ્રેષ્ઠ સુખ અનુભવ્યું અને કંઇક ઈચ્છિત એવું દાન આપ્યું. ક ચન્દ્રઅને મચકુંદ સરખા અત્યંત નિર્મલ એવા યશવડે ગોત્રને અલંક્ત ક્યું. જો યુધ્ધમાં મરણ થાય તો પણ શું તે યુક્ત નથી? (૧) એ પ્રમાણે સુમાલીના વચનની અવગણના કરીને માલીરાજાએ વૈતાઢય પર્વત ઉપર રથનૂપુર નગરમાં ચક્રવાલ નગર તરફ પ્રયાણ કર્યું. (૨) માલીરાજાને આવતાં સાંભળીને ઇન્દ પણ ઐરાવત હાથીપર ચઢીને યુધ્ધ કરવા માટે સામે નીલ્યો. કરથસવારો રથી સાથે – ભાથાધારીઓ ભાથાધારી સાથે ખગ્નધારીઓ ખર્શધારી સાથે યુદ્ધ કરવા પ્રવર્તી. ક્ર માલીરાજાવડે તલવાર દ્વારા નિર્દયપણે ઈન્દઉપર પ્રહાર કરાયો જેથી તે મૂચ્છ પામીને સુકા વૃક્ષની માફક પૃથ્વી પર પડી ગયો. 5 પછી ઇન્દ ઊભા થઈને શેષપૂર્વક માલીરાજાને ભાલાવડે તેવી રીતે હૃદયમાં પ્રહાર ર્યો કે જેથી તે ક્ષણવારમાં મરણ પામ્યો. યુધ્ધમાં માલીને હણાયેલો સાંભળી તે વખતે સુમાલી પોતાના સ્થાનમાંથી ઇન્દ્રને હણવા માટે આવ્યો. 5 સુમાલી પણ ઈદની સાથે યુદ્ધ કરતો યુદ્ધમાં રાત્રને હણવા માટે અરાક્ત એવો તે નાસીને પોતાના નગરમાં ગયો. આ પ્રમાણે સર્વરાગુઓને યુધ્ધમાં જીતીને ઇન્દ્ર (રાજા)દેવોના સ્વામી ઇન્દ્રની જેમ પોતાના નગરમાં રાજ્ય કરે છે. કહયું છે કે:- રથવડે રથ ભાંગે છે હાથી સામે હાથી, ઘોડાની સાથે ઘોડા, પાયલ સાથે પાયલ, શર – શક્તિ - બાણ – મુગર – સ્ફટીક શિલા – શૈલ વગેરે સેંકડે નંખાયા ત્યારે એક્રમ સંપૂર્ણ આકારાતલ ઢંકાઈ ગયું. તે પછી લંકા નગરીમાં રહેલા સુમાલીરાજાને શ્રેષ્ઠ લક્ષણોથી લક્ષિત રત્નશ્રવા નામે પુત્ર થયો. સુમાલીએ પોતાના પુત્રને રાયપર સ્થાપન કરીને હર્ષપૂર્વક દીક્ષા લઈ સમસ્ત સુખ – દુ:ખનો ક્ષય થવાથી મોક્ષમાં ગયા. રત્નશ્રવા રાજાને શ્રેષ્ઠ વિદ્યાઓ વશ હતી. અને શીલગુણથી શોભતી કેકસી નામે પ્રિયા હતી. કેકસીએ સૂર્ય – ચન્દ્ર આદિ સ્વખોથી સૂચિત સુંદર લક્ષણોથી લક્ષિત એવા પુત્રને સારા દિવસે જન્મ આપ્યો. કો પુત્રના કંઠમાં નવમણિમય હાર પહેરાવ્યો ત્યારે પ્રતિબિંબ પામેલા મુખમાં તે વખતે દશમુખ થયાં. ક રત્નનાં
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy