SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ . શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર મયવિદ્યાધરે ભુવનની વચ્ચે રહેલી દેદીપ્યમાન ન્યાને જોઈને કહયું કે તું કોણ છે? ને શા માટે અહીં રહી છે? 5 તે સ્ત્રીએ કહયું કે – મારો ભાઈ દશાનન જિનેશ્વોને નમસ્કાર કરવા માટે મેરુપર્વત પર ગયો છે. ચંદનના એવી મને તેણે અહીં આપષ્ણની રક્ષા માટે રાખી છે. 5 અને ચન્દપ્રભાસ નામની તે તલવાર શ્રેષ્ઠ છે એટલામાં અહીં મેરુપર્વતપરથી દશાનન આવ્યો ક હવે મયવિદ્યાધરે દશાનનને શ્રેષ્ઠવર જાણીને તેને સારા ઉત્સવપૂર્વક મંદોદરી પુત્રી આપી. કુંભકર્ણ મહોદર રાજાની તડિભાલા નામની શ્રેષ્ઠપુત્રીને જેમ મેઘ વીજળીને પરણે તેમ પરણ્યો. બિભીષણ પિતાના આદેશથી અત્યંત હર્ષપૂર્વક – વીર વિદ્યાધરની પુત્રી પંજ્જશ્રીને પરણ્યો. મધદરી રાણીએ શુભલગ્ન પ્રથમ ઇન્દ્રજિત અને પછી મેઘનાદ પુત્રોને અનુક્રમે જન્મ આપ્યો. ક કોઇકના મુખેથી રાવણે ઈન્દ્રના સેવક વૈશ્રમણને જાણીને ત્યાં જઈને રાવણે તેની સાથે ઘણું યુદ્ધ કર્યું. ઘણા દિવસો થયા ત્યારે પોતાને યુધ્ધમાં જિતાયેલો જાણીને જીવ લઈને વૈશ્રમણ અત્યંત દૂર નાસી ગયો. તે વખતે વૈશ્રમણ પણ હૃધ્યમાં અસારએવા સંસારને જાણી દીક્ષા લઇ સર્વકર્મના સમૂહનો ક્ષય કરી મોક્ષમાં ગયો. વૈશ્રમણને જીતીને તેની સર્વલક્ષી લઈ જલદીથી રાવણ પુષ્પક વિમાનમાં ચડી પોતાની નગરીમાં આવ્યો. ' હર્ષિત થયું છે ચિત્ત જેનું એવા રાવણે તે ઈન્દ્રના સેવક વૈશ્રમણને જીતીને પોતાના મિત્ર આદિત્યરજાને કિધા નગરી આપી. કનવું ઋક્ષપુર કરીને ઋક્ષરજાને આપ્યું આદિત્યરજાને વાલી નામે બલવાન પુત્ર હતો. અને બીજો સુગ્રીવનામે સુંદર પરાક્રમવાલો પુત્ર થયો. અને તેને અનુક્રમે સુપ્રભા નામે નાની કન્યા હતી. કક્ષરજાની શ્રેષ્ઠપત્ની હરિકાંતાએ સારા દિવસે શ્રેષ્ઠ લક્ષણવાલા નલ અને નીલ નામના બે પુત્રોને જન્મ આપ્યો. હવે પિતાએ પોતાના પુત્ર નલ અને નીલને પંડિત પાસે ભણાવ્યા. સર્વ શાસ્ત્રોમાં તે બન્ને અત્યંત વિદ્વાન થયા ક હવે વૈરાગ્યવાસિત થયેલા આદિત્યરજાએ કિંધા નગરીમાં બાલક એવા પુત્રને સારા ઉત્સવપૂર્વક રાજય આપ્યું તેણે સુગ્રીવને યુવરાજ પદ આપ્યું. આદિત્યરજાએ જિનમંદિરમાં અષ્ટાનિકા મહોત્સવ ક્ય. ઘણા રાજાઓની સાથે સારા દિવસે આદિત્યજાએ શ્રી સુવ્રતગુની પાસે સંયમ સ્વીકાર્યો. હવે ખવિદ્યાધરે આદિત્યજાના પુત્ર ચોદર રાજાને જીતીને સુર્પણખાનું હરણ કરીને પાતાલલંકા ગ્રહણ કરી. 5 ખરવડે સુર્પણખાનું હરણ થયેલું જાણીને રાવણ રોષ પામ્યો. અને તેને હણવા માટે ચાલતો રાવણ મંદોદરી પત્નીવડે અટકાવાયો ને (અને કહયું કે, ક આ ખર વિધાધર પણ વિધાઓના બલવાળો છે, આથી જો તેને સુર્પણખા અપાય તો સારું કા આદિત્યરજાના શ્રેષ્ઠ બલવાન એવા ચદર નામના પુત્રને તેના નગર પાતાલલંકામાં યુધ્ધમાં ખરે હણ્યો છે. દાચ તમારીસાથે યુધ્ધમાં ખરવિધાધર હણાય તો તમારી બહેન ખરેખર ધણી વગરની થશે. તે પછી રાવણની બહેન સુર્પણખાને સારા દિવસે સારા ઉત્સવપૂર્વકસ્તરવિદ્યાધર પરણ્યો.ચાલી ગયો છે ક્રોધ જેનો એવા રાવણે પોતાની બહેનના ધણી ખરવિદ્યાધરને દૂષણ સહિત ચન્દ્રોદરના રાજયઉપર સારા ઉત્સવપૂર્વક સ્થાપન . (૪૦) ચન્દ્રોદર રાજા મરી ગયો ત્યારે તેની સ્ત્રી અનુરાધા વનમાં રહી. ને ગુણના ઘરસરખા સુંદર વિરાધ નામના પુત્રને જન્મ આપ્યો. 5 | કિંધા નગરીમાં બલવાન અને જીતી લીધા છે સર્વ શત્રુઓ જેણે એવા વાલીને સાંભળીને રાવણે દૂત મારફત
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy