SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્યા અથવા જૈન ગીતા સંબંધ ૨૨૫ પહેલાં વાતચીત થાય. વાતચીતમાં રતિ થાય. રતિથી વિશ્વાસ પ્રાપ્ત થાય. વિશ્વાસ થવાથી પ્રણય થાય. પ્રણયથી પ્રેમ વધે છે. (૧) મધુપિંગલ તે કન્યાનું હરણ કરીને વિદર્ભ નામના શ્રેષ્ઠ નગરમાં જઈને કોઈકના ઘરમાં રહી તેણીની સાથે ભોગ કરનારો થયો. (ક) અનુક્રમે લક્ષ્મી ખલાસ થઇ જવાથી પિંગલક ઘાસ ને લાકડાં વેચી પત્ની સહિત પોતાનો નિર્વાહ કરતો હતો. (ક) બાહ્યવનમાં એક વખત પિંગલની મનોહર પત્નીને જોઈને રથકુંડલ હૈયામાં તેને હરણ કરવાની ઇચ્છાવાળો થયો. (ક) કામાતુર એવા રથકુંડલે દૂતીના મુખેથી તેણીને લોભ પમાડીને તે સ્ત્રીને લાવી જેમ વિષ્ણુ લક્ષ્મીને ભોગવે તેમ ભોગવવા લાગ્યો. (ક) પિંગલ પોતાની સ્ત્રીને ત્યાં નહિ જોવાથી અત્યંત દુ:ખ પામેલો દીન મુખવાલો રાજાની પાસે જઈને બોલ્યો કે મારી પ્રિયા ગઈ છે. (ક) રથકુલે કહ્યું કે પોતનપુર નામના નગરમાં સાળી પાસે એક મનોહર સ્ત્રી મેં જોઈ છે. (૬) ત્યાં તે નગરમાં જઈ પત્નીને ન જોવાથી મધુપિંગલ ફરીથી પાછા આવીને બોલ્યો કે મેં મારી સ્ત્રીને જોઈ નથી. (5) તે વખતે કુંડલે રાજા પાસેથી પિંગલનું અપહરણ કરીને તેની પત્નીમાં આસક્ત ચિત્તવાલા તેણે પિંગલને બહાર કાઢી મૂક્યો. તે પછી દીન એવા પિંગલકે નગરમાં સાધુપાસે ધર્મ સાંભળી સંસારના દુઃખને છેદવા માટે તે વખતે દીક્ષા લીધી. (ક) શિયાળો આવે ત્યારે પિંગલઋષિ તીવ્ર શીત – ઠંડીને સહન કરે છે. અને બીજી ઋતુઓમાં યત્નવાલા તે ઉણ તાપને સહન કરે છે. (૬) અતિવિષમ એવા લ્લિામાં રહેતો દુ:ખે કરીને દમન કરી શકાય એવો બલવાન કુંડલા અનરણ્ય રાજાના દેશને હંમેશાં ભાંગે છે. (૬) રાજાએ તેનાવડે વિનાશ કરાયેલા દેશને સાંભળીને જેટલામાં કુંડલ નામના શત્રુને હણવા માટે જવાની ઇચ્છાવાળો થયો. (ક) તેટલામાં રાજાના આદેશને લઈને બલચંદ્ર નામે મહાસુભટ રાજાને પ્રણામ કરીને તે શત્રુને હણવા માટે તે નગરમાંથી ચાલ્યો. (5) - બલચંદ્ર કપટ કરીને તે યુદ્ધની ભૂમિમાં જઈને કુંલને બાંધીને જલદી પોતાનો કિલ્લો પોતાને સ્વાધીન ર્યો. (ક) પોતાના નગરમાં આવીને બલવાન શત્રુને સ્વામી પાસે મૂકીને બલચંદ્ર નમસ્કાર ર્યો. તે વખતે રાજા હર્ષિત થયો. (ક) તુષ્ટ થયેલા રાજાએ ચાકર એવા બલચંદ્રને ઘણી લક્ષ્મી આપીને કુંડલને તાડને કરીને કેદખાનામાં નાંખ્યો. (૬) પુત્રના જન્મના વિષે હર્ષથી પુરાયું છે ચિત્ત જેનું એવા રાજાવડે બીજા કેદીઓ સહિત રથકુંડલ મંડિત (ડી) મુકાયો. (ક) એક વખત વનમાં જતાં કોઇક ઠેકાણે રથકુંડલ પંડિતે સાધુને જોઈને જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળીને નમસ્કાર ર્યો. (ક) તે આ પ્રમાણે :- હિંસા અને જીવવધ તે માંસનું કારણ છે. હંમેશાં શાશ્વત સુખમાટે તું જીવદયા કર. (૧) સંસારમાં રહેલા જીવો નિશ્ચ પરભવને વિષે બાંધવો હતા. તે સર્વ માંસ ખાનારાવડે ભક્ષણ કરાયા છે. (૨)જે આલોકમાં જીવવધ કરનારા મધ – માંસ ને મદિશમાં લોલુપ પાપી જીવો છે. તેઓ મરી ગયેલાં પરલોકમાં નરકમાં નારકી થાય છે. (૩) જે મનુષ્ય આલોકમાં શીલ અને દાનથી રહિત હોવા છતાં પણ માંસનો ત્યાગ કરે છે તે પણ સ્વર્ગ આદિ ગતિમાં ગમન કરે છે. (તેમાં જાય છે.) અહીં (તેમાં) સંદેહ નથી. (૪) આ પ્રમાણે સાંભળીને કુંડલે ગુરુની પાસે ઘણા વિનયપૂર્વક જીવદયામય શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. (ક)તે પછી મુનિને નમસ્કાર કરીને જતો જિનેશ્વરે કહેલા શ્રાવકધર્મનું પાલન કરતો કુંડલ અનુક્રમે દક્ષિણ દિશા તરફ ચાલ્યો. (ક) જંગલમાં પાણીના અભાવથી તરસવડે પીડા પામેલો કુંડલ વિચારવા લાગ્યો કે હે જીવ! તે પહેલાં નિચ્ચે ઘણું પાણી પીધું છે. (F). કારણ કે ગરમી અને આતપથી પીડા પામેલા આ જીવે જે પાણી પીધું છે. તે સર્વ – કૂવા – તળાવ – નદી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy