SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર અને સમુદ્રમાં પણ નથી. (૧) જીવે જે નખ - દાંત – માંસ – વાળ અને હાડકાં મૂક્યાં છે. તેના ક્લાસ ને મેરુપર્વત સરખા ઢગલાઓ – શિખરો થાય. (૨) ભૂખ્યા થયેલા જીવે હિમવંતપર્વત – મલયગિરિ – મેમ્પર્વત - દ્વીપ – સમુદ્ર - પૃથ્વી સખા ઢગલાઓ કરતાં પણ અધિક્તર વધારે આહાર ખાધો છે. (૩) અનંત સંસારમાં જુદી જુદી માતાઓનાં સ્તનનું દૂધ સમુદ્રના પાણી કરતાં પણ વધારે પીધું છે. (૪) અનંતકાલ સુધી જે અહીં કામભોગો અને ઉપભોગો પ્રાપ્ત ક્ય છે. તો પણ મનમાં આ નવું સુખ હોય એમ માને છે. (૫) આ પ્રમાણે વિચારતાં તે વખતે પ્રાણનો ત્યાગ થવાથી કુંડલમંડિત જનક રાજાની પત્નીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. (ક) તે વખતે અત્યંત તીવ્રતપ તપી વેગવતી સતી સ્વર્ગમાં જઇ ત્યાંથી અવી જનકરાજાની પત્નીના ગર્ભમાં પૂર્વના શ્રેષ્ઠ પુણ્યોદયથી આવી. તેથી જનક રાજાની સ્ત્રીના ગર્ભમાં યુગલ મોટું થાય છે. (5) તે વખતે પિંગલ સાધુ મરીને દેવ થઈને (પૂર્વ) વૈરને જાણીને રોષથી નિર્દયપણે ગર્ભમાં તે બન્ને ખંભિત કર્યા (ક) તે પછી જનકરાજાની સ્ત્રી વિદેહાએ જિનેશ્વર પ્રભુની પૂજા કરી ત્યારે પુણ્યયોગથી ગર્ભની મુક્તિ થઈ. (ક) વિદેહા દેવીએ સુખપૂર્વક પુત્ર ને પુત્રીને કેટલામાં જન્મ આપ્યો. તેટલામાં પિંગલદેવે જનક્તા પુત્રનું અપહરણ ક્ય (5) દૂર લઈ જઈને પથ્થર ઉપર આસ્ફાલન કરતો પછાડતો તે વિચારવા લાગ્યો કે શ્રચિત્તવાલા મારવડે મૂઢ પણાથી આ બાલક કેમ હણાય છે? (ક) આ પ્રમાણે વિચારીને હાર અને કુંડલથી યુક્ત તે બાલકને ત્યાંજ મૂદ્દીને તે દેવ પોતાના સ્થાને ગયો. (ક) તે વખતે ત્યાં ચંદ્રગતિ નામે ઉત્તમ વિધાધર આવ્યો. તેને લઈ ઘરે આવીને કહ્યું કે વનદેવીએ આ પુત્ર આપ્યો છે. (ર૦) તે પછી તેનું નામ ભામંડલ એ પ્રમાણે આપીને વિદ્યધરે તેને મોટો કરતાં ઘણી વિદ્યાઓ આપી. (ક) આ ભવમાં તે જનની પુત્રીએ તારી એ બહેન છે. હે ભામંડલ ! તું જાણે કે આ પૂર્વના કર્મથી વિયોગ થયો (5) તારા પિતા જનક છે. તારી માતા વિદેહા છે. તમારા વિયોગથી પત્ની સહિત જનકરાજા દુઃખી થયો છે. (૬) કહયું છે કે: उल्लो सुक्को य दो छूढा, गोलया मटिटया मया। दोवि आवडीया कुड्डे, जो उल्लो सोत्थ लग्गई॥१॥ લીલો અને સુકો એવા બે માટીના ગોળા ફેંકાયા, બને ગોળા ભીત પર અફળાયા, જે લીલો ગોળો હોય છે, તે ભીંત પર ચોંટે છે. (૧) આ પ્રમાણે સાંભળીને ભામંડલ સીતાના ચરણકમલને નમી બોલ્યો કે મેં તમારી ઉપર દુઃખ દાયક રાગ ર્યો હતો. તે રાગથી નિશે મારો નરકપાત થશે. આથી તે બહેન ! હમણાં તમે મારાઉપર ક્ષમા કરો. (ક) તે પછી ભામંડલે જ્ઞાનીની પાસે પોતાની શક્તિ પ્રમાણે આલોચના લઈ પોતાના તે પાપની વારંવાર નિદા કરવા લાગ્યો. (ક) કહયું છે કે:- આલોચનાના પરિણામવાલો થયેલો તે ગુરુની પાસે સારી રીતે પ્રયાણ કરેલો જો વચ્ચે કાળ કરી જાય તો પણ તે આરાધક છે. (ક) તે પછી ભામંડલ જનક રાજા અને વિદેહા પાસે જઈને માતાપિતાને મલીને જલદી ઘણા હર્ષને વિસ્તારતો હતો (ક) જ્ઞાનીએ કહેલો સીતાનો અને પોતાનો સંબંધ ભામંડલ પુત્રે માતાપિતાની
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy