SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર વંદન કરવા ગયો તે વખતે ત્યાં ભામંડલ આવ્યો. () રાજા આચાર્યને ત્રણ પ્રદક્ષિણા દઈને જેટલામાં દેશના સાંભળ વા માટે બેઠો. તેટલામાં જ્ઞાનીએ આ પ્રમાણે ક્હયું. () ૨૪ पात्रमुत्तमगुणैरलङ्कृतं, दायकस्तु पुलकं दधत्तनौ । देयवस्तुपरिशुध्दपुप्कलं, निष्कलङ्कतपसामिदं फलम् ॥ १६९ ॥ પાત્ર તે હેવાય કે જે ઉત્તમગુણવડે અલંકૃત હોય. દાતા તે કહેવાય કે શરીરપર ોમાંચને ધારણ કરનાર હોય.આપવાની વસ્તુ તે કહેવાય કે જે વસ્તુ ઘણી શુધ્ધ હોય. આ નિલંક તપનું ફલ છે. यस्य कुक्षिगतंचान्नं, शास्त्राभ्यासेन जीर्यति । तारयेत् स्वं परांश्चापि दश पूर्वान् दशाऽपरान् ॥ १६२॥ पौषध- प्रतिमा पार्श्व सेवा पद्मप्रभार्चनाः । પરમેષ્ઠિપમાં ધ્યાન - પુણ્ડરીવશ મુર્ત્તિવઃ ॥દ્દા स्पृष्टवा शत्रुञ्जयतीर्थं - नत्वारैवतकाचलम् । स्नात्वा गजपदे कुण्डे, पुनर्जन्म न विद्यते ॥ १६४॥ જેની કુક્ષિમાં – પેટમાં રહેલું અન્ન શાસ્ત્રના અભ્યાસવડે પચે છે. ને પોતાને અને બીજા પણ દશ પૂર્વજોને તારે છે. અને પછીથી થનારા દર્શને તારે છે. () પૌષધ – પ્રતિમા – પાર્શ્વપ્રભુની સેવા – પદ્મપ્રભુની પૂજા – પરમેશ્રેષ્ઠિમાં તત્પર એવું ધ્યાન અને પુંડરીકગિરિ આ મોક્ષને આપનાર છે. (#) શ્રી શત્રુંજય તીર્થનો સ્પર્શ કરીને – રૈવતગિરિને નમસ્કાર કરીને અને ગજપદકુંડમાં સ્નાન કરવાથી ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. () આ સાંભળી દશરથ રાજાએ કહયું કે જ્યાં સુધી ઘણા સંઘના સમૂહોથી શોભતા એવા શ્રી શત્રુંજયગિરિપર હું જિનેશ્વર પ્રભુને નમસ્કાર ન કરું ત્યાં સુધી મારે દિવસમાં એકવાર જમવું. પૃથ્વીપર શય્યા કરવી. બ્રહ્મચર્ય પાલન કરવું. તાંબૂલનો ત્યાગ કરવો. સચિતનો ત્યાગ અને એજ વિગઇ ગ્રહણ કરવી. આ પ્રમાણે મને અભિગ્રહ થાઓ. (#) તે વખતે ભામંડલે કહયું કે હે ભગવંત ! મારું મન સીતાને જોઈને ચંદ્રનાં વિકાસમાં સમુદ્ર વિકાસ પામે છે તેમ વિકાસ કેમ પામે છે.? (i) જ્ઞાનીએ ક્હયું કે ચક્રપુર નામના નગરમાં ચક્રધ્વજ નામના રાજાને મનસુંદરી નામની પત્ની હતી. અને રતિસુંદરી નામની પુત્રી હતી. (૬) ઘરના ભોંયરામાં પંડિતપાસે ભણતી એવી રિતસુંદરીને જોઇને પુરોહિતનો પુત્ર મધુપિંગલ રાગી થયો. () હયું છે કે : પઢમં વિત્ર મનાવો, આલાવાઓ રફ - રોવીસંમો, I वीसंभाओ पणओ, पणयाओ वुड्ढए पेम्मं ॥ १ ॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy