SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર सर्वतीर्थफलावाप्ति- प्रतिभूरियमङ्गिनाम् । सर्वपापहर: स्पर्शा - दपि शत्रुञ्जयानदी ॥४२॥ यस्या नद्याः पयः स्पर्शाद्-गदस्य चाम्बुपानतः । लेभिरे सुखसङ्घांतं शान्तनक्ष्मापसूनुवत् ॥ ४३ ॥ જે વિમલગિરિ દર્શન કરવા માત્રથી પાપને હણે છે. અને નમસ્કાર કરવાથી બે દુર્ગતિને હણે છે. તે સંઘપતિ અને અરિહંતપદને કરનારો તે વિમલગિરિ જ્ય પામો. તે તીર્થમાં નદીનું પાણી – માટી – વૃક્ષ આદિ ઔષધિ સઘળાં રોગ આદિ વ્યાધિને હણનારી છે. અને પગલે પગલે લક્ષ્મી આપનારી છે. ક્હયું છે કે :સ્પર્શ કરાયેલી શત્રુંજ્યા નદીનીમાટી રોગને હરણ કરનારી હી છે. અને દંબની ઔષધિઓવડે ધમણ કરાયેલી સુવર્ણપણાને પામે છે. તે નદીના નિારાનાં વૃક્ષનાં લો જે મનુષ્યો ખાય છે. અને જેઓ તેનું પાણી નિયમથી એક મહિના સુધી પીએ છે. તેઓ વાત – પિત્ત – અને કોઢઆદિ રોગોને રમતમાત્રમાં જીતીને પોતાના શરીરને તપાવેલા સોનાજેવું ઉત્તમકાંતિવાલું બનાવે છે. જેના પાણીના સ્નાનથી શરીરમાંથી પાપ પણ ચાલી જાય છે. તો પછી ઔષધવડે પણ અસાધ્ય એવા વાત પિત્ત આદિ રોગોની શી વાત કરવી ? સર્વતીર્થના ફ્લની પ્રાપ્તિની ખાત્રીરૂપ – આ શત્રુંજયાનદીનો સ્પર્શ પણ પ્રાણીઓનાં સર્વ પાપને હરણ કરનારો છે. જે નદીના પાણીના સ્પર્શથી અને પાણી પીવાથી શાન્તનરાજાના પુત્રની પેઠે રોગનોનાશ અને સુખનોસમૂહ – પામે છે. શ્રીપુર નગરમાં શાન્તનરાજાને શીલપ્રિયા નામની સ્ત્રી હતી . તેને આજે સ્વપ્નમાં ( મેલો ) ઘુસર અગ્નિ જોઇને પતિની આગળ કહયું.પછી તેણીએ કૃષ્ણકાંતિવાલા નીલનામનાપુત્રને જન્મ આપ્યો. અને તે વખતે રાજાનું હાથીસૈન્ય વિનાશ પામ્યું. ખરાબ સ્વપ્નોથી સૂચિત – મહાનીલ – કાલ અને મહાકાલનામના બીજા પુત્રો અનુક્રમે થયા. ત્યારે રાજાનું અશ્ર્વ સૈન્ય – ધન અને મંત્રી વગેરે મરણ પામ્યા. ઓચિંતા શત્રુના સૈન્યવડે તેના નગરને ઘેરો ઘલાયો. નાશ પામ્યો છે કોષ – ભંડાર જેનો એવો તે શાન્તનરાજા પત્ની ને પુત્રસહિત રાત્રિમાં નાસીને ગુપ્તપણે કોઇ નગરમાં ગયો. ચારે પુત્રો સાતેવ્યસનથી વ્યાપ્ત છે ચિત્ત જેનું એવા જરાપણ ધર્મને કરતાં નથી. ને હંમેશાં પાપ કરે. છે. યુ છે કે : – द्यूत मांसं सुरावेश्या - चौर्य पापर्द्धिसेवनम् । परस्त्रीषु रतिः सप्तव्यसनी दुःखदा यसौ ॥ १ ॥ द्यूतात् सर्वाणि जायन्ते, व्यसनानि पराण्यपि । लोकद्वयाहितकरं, तस्माद्यूतं त्यजेदुधः ॥ ५० ॥ द्यूतेनापयशो धर्म - बन्धुवर्गकुलक्षयः । भवेत् तैरश्चनरकगति दुःखौघदायिनी ॥ ५१ ॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy