SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નીલપુત્રનો સંબંધ ૧૫૩ जो गुणइ लक्खमेगं, पूयइ विहिइं च जिणनमुक्कारं। तित्थयरनामगोयं, सो बंधइ नत्थिसंदेहो॥२॥ કમાણી હોય તેનો ચોથોભાગ (ભંડાર ) નિધાન કરવો. ચોથોભાગ વ્યાપારમાં જોડવો. ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમાં જોડવો. ને ચોથો ભાગ – ભરણપોષણ કરવા લાયના પોષણમાં વાપરવો. દિવસે દિવસે મંગલોની સુંદર શ્રેણી – ઉત્તમ સંપદાઓ –સૌખ્યની પરંપરા – ઈચ્છિત અર્થની સિધ્ધિ, ઘણી બુદ્ધિ અને સર્વ ઠેકાણે વૃધ્ધિ જેનાથી થાય છે. તે ધર્મ કરો. હજારો પાપ કરી – સેંકડો જીવોને મારી – આ તીર્થને પામી તિર્યંચો પણ દેવલોકમાં ગયાં છે. શ્રી શત્રુંજયગિરિવર અને જિનેશ્વરનું દર્શન કરવાથી બે દુર્ગતિનો ક્ષય કરે છે. અને પૂજા – સ્નાત્ર કરવાથી એક હજાર સાગરોપમનાં પાપ નાશ પામે છે. જે જીવ – પાણી વગરના (ચોવીહારા) wવડેશ્રી શત્રુંજયગિરિઉપર સાત જાત્રાઓ કરે છે. તે ત્રીજા ભવમાં મોક્ષ પામે છે. જે જીવ જિનેશ્વરના એક લાખ નમસ્કાર ગણે છે. (નવકાર મંત્ર ગણે છે.) ને વિધિપૂર્વક પૂજા કરે છે તે તીર્થકર નામગોત્ર બાંધે છે. તેમાં સંદેહ નથી. આ પ્રમાણે સાંભળી ઘણાં ભવ્યજીવોને નિરંતર છ8આદિ તપકરતાં પંચમ કેવલજ્ઞાન થયું અને તે પછી મોક્ષ પામ્યા. કેટલાક જીવો બીજા ભવમાં સર્વાર્થસિધ્ધ વિમાનમાં જઈને મનુષ્યજન્મપામીને મોક્ષમાં જશે. તેમાં સંશય નથી. આ રાયણના (વૃક્ષના) તળિયામાં ધ્યાન કરતાં અસંખ્યાતા જીવો પરમપદ પામે છે. પામ્યા છે. ને પામશે. આ પ્રમાણે સાંભળીને ધનરાજાએ તે રાયણને લાજવડે– ડાંગરવડે જેટલામાં વધાવી તેટલામાં તે રાયણે સંઘપતિની ઉપર પ્રગટપણે દૂધની વૃષ્ટિ કરી. તે વખતે ઘણાં સાધ્વીઓએ પણ કેવલજ્ઞાન પામી અનંતસુખને આપનારા મોક્ષને અલંકૃત કર્યું. તે પછી ઘણા મુનિઓ અને દેવોથી આશ્રય કરાયેલા શ્રી ઋષભદેવપ્રભુએ ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે વિહાર ર્યો. એક વખત પ્રથમ ચક્રવર્તિએ કમલાચાર્યપાસે જિનેશ્વરે કહેલો જીવદયામય ધર્મ સાંભલ્યો. તે આ પ્રમાણે – શત્રુમનરાજાની આગળ એક વખત – આદરથી શ્રુતશેખરસૂરીશ્વરે ધર્મદેશના આપી. यो दृष्टोदुरितं हन्ति, प्रणतो दुर्गतिद्वयम्। सङ्घशार्हन्त्यपदकृत्, स जीयात् विमलाचलः ॥३६॥ यस्मिन्नदीपयोमृत्स्ना-वृक्षाद्यौषधयोऽखिलाः । रोगादिव्याधिहव्यः स्युः, श्रियो दात्र्य: पदे पदे॥३७।। यत :- शत्रुञ्जयनदीमृत्स्ना, स्पृष्टारोगापहा स्मृताः। कादम्बौषधिमि आता :, प्राप्नुवन्तिच हेमताम्॥३८॥ तस्यातीर द्रुमफलान्या स्वदन्ति नराश्च ये। एतत्पयोऽपि नियमा- दामासावधि ये पपुः ॥३९॥ ते वातपित्त कुष्ठादि, रोगान् जित्वैव हेलया। स्वं वपुस्तप्त हेमामं, प्राप्नुवन्ति सकान्तिमत्॥४०॥ यज्जल स्नानतो यान्ति, पापान्यपि शरीरत:। का कथा वात पित्तादे - र्यदसाध्यस्यागदैरपि ॥४१॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy