SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નીલપુત્રનો સંબંધ ૧૫૫ गोमायुश्च पिशाचास्ते ज्ञेयानरकगामिनः। जिह्वास्वादरसान्मांसं ये यदश्नन्ति दुर्धियः ॥५२॥ ते गत्वा नरके छेद - भेद कुम्भ्यादिपाकजाम्। वेदनां दुःशकां बादं - सहन्ते बहुकालतः ॥५३॥ જુગાર-માંસ-મદિશ–વેયા-ચોરી – શિકારનું સેવન-પરસ્ત્રીમાં પ્રીતિ આ સાત વ્યસનો દુઃખ આપનારાં છે. જુગારથી બીજાં સર્વવ્યસનો થાય છે. તેથી ડાયા માણસે બને લોકને નુકસાન કરનારા જુગારનો ત્યાગ કરવો જોઈએ. જુગાવડે અપયશ થાય છે. ધર્મ બંધુવર્ગ અને કુલનો ક્ષય થાય છે. તેમ જ દુ:ખના સમૂહને આપનાર – તિર્યંચ અને નરકગતિ થાય છે. જે દુર્બુધ્ધિવાલા જીભના સ્વાદના રસથી માંસને ખાય છે તેઓને શિયાળ અને પિશાચો જાણવા. અને નરકગામી જાણવા. તે જીવો નરકમાં જઇને છેદન – ભેદન અને કુંભીપાક આદિ દુ:ખકરીને સહન કરી શકાય એવી ગાઢ વેદનાને લાંબાકાળ સુધી સહન કરે છે. ખરાબ રૂપવાલા – ખરાબ બુધ્ધિવાલા અને ખરાબ સંસર્ગમાં તત્પર એવા તે પુત્રો વક્રસ્થાનમાં રહેલા કુગ્રહની જેમ રાજાને છેતા નથી. તે કુપુત્રોની સાથે રાજા એક નગરમાંથી બીજા નગરમાં ભ્રમણ કરતો કોઈ દેશમાં જરાપણ સ્થાન પામતો નથી.કોઈ રીતે પુત્રસહિત સ્ત્રીનેફ્ટીને આત્મઘાત કરી આયુષ્યના અંતને હું કરીશ. એમ વિચારીને ભૃગુપત કરવા માટે શાન્તનરાજા મહાશૈલનામના પર્વત ઉપર ચઢયો. અને ત્યાં ઉત્તમ જિનમંદિર જોયું. પ્રાણના પ્રમાણમાં (ત્યાગમાં) ભાથાને ઇચ્છો તે રાજા સુખને માટે કુટુંબસહિત તે વખતે સંપ્રતિજિનેશ્વરના ચૈત્યમાં ગયો. અરિહંતનાં ચરણોને ભક્તિથી નમસ્કાર કરીને નમસ્કાર કરતાં એવા શ્રેષ્ઠ માણસને સર્વ કુટુંબ સહિત – શાન્તન રાજાએ જોયો. તેને જોવાથી ઉત્પન્ન થઈ છે સુંદર ભાવના જેને એવા (શાન્તન) રાજાએ તત્વથી જિન અને આત્માનું ઐક્યરતાં જિનેશ્વરને નમસ્કાર ક્ય. કહયું છે કે – अल्पापि मनः शुद्धया, जिनभक्तिर्विनिर्मिता। इहलोकेऽपि यत्सात - दायिनी परलोकवत्॥६१॥ મનની શુધ્ધિથી કરેલી અલ્પ એવી પણ જિનભક્તિ પરલોકની પેઠે આલોકમાં પણ સુખ આપનારી થાય છે. પૂર્વે આવેલ માણસે કહયું કે હું જિનેશ્વરનો સેવક શેષનાગ (ધરણેન્દ) છું. તારી જિનભક્તિથી હું તારાપર તુષ્ટ થયો છું. તું ઈક્તિ વરદાન માંગ. તે પછી રાજાએ કહયું કે હે શેષનાગ ! તમારાં દર્શનથી હું હર્ષ પામ્યો છું. મારા હાથમાં બધી સંપતિઓ આવી છે. મારા પુત્રો ઉત્પન્ન થયા ત્યારે શરૂઆતમાં જ હાથી વગેરે સર્વ સંપત્તિઓનો નાશ કેમ થય? તે પ્રસન્ન થઈને કહો . ધરણેન્ટે કહયું કે તું પલ્લીમાં કમલ નામે ભિલ્લ હતો. તે શૂરચિત્તવાલો અશુભ ધ્યાનનો આધાર – અને પ્રાણીઓના સમૂહનો નાશ કરનારો હતો. એક વખત વનમાં જીવોની હિંસા કરતાં એવા તેણે કાયોત્સર્ગમાં રહેલા મુનિને જોઈને પૂછ્યું કે આપે અહીંથી જતા એવા હરણને જોયો છે કે નહિ? યાળઆત્મા એવા તે મુનિ કહે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy