SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૧) સમુદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતો નથી. ગમે તેટલાં ઈધણુંઓ હેમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયને અનેક વાર ઉપભોગ લીધો હેય તથાપિ આ છવની તેનાથી તપ્તિ થતી નથી, તેનાથી શાંતિ મળતી નથી. પણ કોઈ વખત જાણે તે વિષય ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજ થઈને વારંવાર તે તરફ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિં સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરૂષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરીયાતી પ્રસંગે મન પકડનાર મુંગે છે. તેમજ ધર્મમાં ઉઘમ નહિં કરનાર પગે ચાલવા છતાં પાંગળે જ છે. કેમકે તે પિતાના ઇષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાને નથી. મહસેન ! દુનિયાના વિષયની અસારતા તેને બરાબર સમજાઈ હોય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઇચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું યોગ્ય છે. ઇયાદિ વિવિધ પ્રકારે ચંડસેન મુનિની ધર્મદેશના સાંભળી જાતિ. સ્મરણધારક મહસેન રાજા સંસારવાસથી વિરકત થયો. અને તે જ સદ્દગુરુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું. મહાભાગ્ય ધન્ય છે તમને. મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ શ્રમણ ધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રકટ થશે. આ શ્રમણ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે અર્થાત આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્તન કરવું. ક્ષમા-દુખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ કર્મનું જ ફળ છે. સમપરિણામે સહન કરતાં મારાં કર્મની નિજ રા થશે.” ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું २६
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy