SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ (800) છ જીવનીકાયનું રક્ષણુ કરનાર, દયાળુ, ક્ષમાવાન, તપસ્વી, શીયળવાન, નિયમધારી ઇત્યાદિ અનેક સદ્ગુણુસંપન્ન મહાત્માએ રૃખાય છે. કેવળ દૂષમકાળને દોષ આપી, ધર્માંમાં શિથિલ થવું ન જોઇએ. આજ પણ ધર્મ' જગમાં વિજયવંત છે. વિશેષ એટલે! છે કે, મનુષ્યાએ પ્રથમ પેાતાના આત્માની તુલના કરીને કાણુ સાહસ કરવું જોઇએ. બાકી ધર્મક્રિયાએ તે છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુષ્પસહર પર્યંત અનવચ્છિન્ન ચાલનાર છે. દૂષનકાળમાં પણુ સારી રીતે આચરણ કરેલા તપ, સયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે. મહુસેન ! જો સારી રીતે વિચાર કરીશ તા જરૂર આ મનુષ્યાનું બળ અને વિતવ્ય, ગ્રીષ્મૠતુના ઉષ્ણુ તાપથી આક્રમિત થયેલાં કામળ દેહવાળાં પંખીઓની, સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિધુલતાની માફ્ક ચપળ અને ક્ષણવારમાં નષ્ટ સરખી સંપત્તિ યા લક્ષ્મી લાગશે. કદલીગ સમાન આ અસાર દૃઢ અનેક પ્રકારના વ્યાધિના ધરસમાન જણાશે. પહાડ પરથી વહન થતી સિરતાના ( નદીના ) પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અભ્રપટલતુલ્ય સંપત્તિ, ઇન્દ્રધનુષ્યની માફક થોડા વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન અક્ષયની સાહ્યબી, પવનથી આંઠેાલિત કરાતા ધ્વજપટ્ટની માક શરીરની ક્ષણભગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીએના નિવાસસ્તુલ્ય કુટુ’બવાસની સહજ વિયેાગશીળતા, અને વ્યવહારીના રીજીસમાન કુટુંબનું પોષણુ ઇત્યાદિ સવ વસ્તુઓને અનુભવ (વિચાર દષ્ટિથી જોતાં) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ સુખ મધુર હોઇ પરિણામે દારૂણ જણાશે. અને છે પણુ તેમજ તે આ દુ:ખદાયી વિષયસુખને ત્યાગ કરવા તે તમને આત્મકોય માટે યેગ્ય છે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy