SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) - પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણે તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રાણું બને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉતપન થયાં. નચંદ્ર રાજાને જીવ તે દેવકથી એવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થા, રાણું ચંદ્રયશાને જીવતું પતે કળાવતી છે, અને વયણસાર પોપટને જીવ આ કળાવતીને પુત્ર જેનું નામ પુર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થયો છે. કળાવતી! જિનદર્શન ઉપરના (પિપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પોપટની પાંખો કાપતાં પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાએ કપાણી છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગુણથી લોકોને આશ્ચર્ય કરનાર કપાએલી ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે. પૂર્વભવને સાંભળી રાજારાણું ભવભયથી ઉદિગ્ન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું. પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરક્ત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાને માટે અત્યારે તદ્દન અશકત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપો. અવસરે શ્રમણધર્મ સ્વીકારીશું, ગુરુમહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બનેને ગૃહસ્થાશ્મ પ્રહણ કરશે. ગુને નમસ્કાર કરો રાજા રાણીએ શહેરમાં પ્રવેશ્ન કર્યો. ' ધર્મપ્રાપ્તિથી રાજા રણને અને રાજારાણની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દ દિગંત પર્યત ફેલાવા લાગ્યા. કવિ કહે છે–આ વાજિંગના શબ્દો ન હતા પણ શીયળના પ્રબળ માહાસ્યને પડહ વાજતો હતો. રાણીના શીયળ ગુણનો પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઉભાં હતાં. લોકોને આનંદ ઉ.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy