________________
૫૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજા આંગળીમાંથી પડી ગયેલી તે વીંટીને મયૂરના પીંછાના સમૂહમાંથી પડી ગયેલા એક પીંછાની જેમ તે જાણતો નથી.
ચક્રવતી અનુક્રમે દેહના અવયવોને જેતે દિવસે ચંદ્રની કળાની જેમ મુદ્વિકારહિત કાંતિ વગરની તે જુએ છે. અહો ! આ આંગળી તેજ રહિત કેમ છે? એ પ્રમાણે વિચારતો રાજા ભૂમિ ઉપર પડેલી તે મુદ્રિકાને જુએ છે, બીજા પણ અંગે શું આભરણ વિના શોભારહિત છે? આ પ્રમાણે વિચારીને તે બીજા આભૂષણોનો પણ ત્યાગ કરવાનો આરંભ કરે છે.
પહેલાં રાજા માણિક્યના મુગટને ઉતારે છે, તે વખતે પડી ગયેલ છે રત્ન જેમાંથી એવી મુદ્રિકાની જેમ મુગટ રહિત મસ્તકને જુએ છે. તે પછી માણિક્યના કુંડળાને ત્યાગ કરીને તે કુંડળ વગરના કર્ણપાશને સૂર્યચંદ્ર રહિત પૂર્વ–પશ્ચિમ દિશાની જેમ જુએ છે.
પછી ગળાના આભરણને ત્યાગ કરે છે, એથી રાજા ગળાના આભૂષણ વગરના ગળાને પાણી વગરની નદીની જેમ ભારહિત જુએ છે.
ક્ષણવારમાં હાર ઉતારે છે. તે વખતે રાજા તારા વગરના આકાશની જેમ હાર વગરના ઉર:સ્થળને જુએ છે.
જ્યારે બાજુબંધનો ત્યાગ કરે છે, ત્યારે તે રાજા ઉખડી ગયા છે અધ લતા પાશ જેના એવા શાલવૃક્ષની જેમ બાજુબંધરહિત બે હાથને જુએ છે.