________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
*
૫૦૦
વાળા પસ્તાર સુંદર તાલને આદરપૂર્વક ધારણ કરે છે. મૃદંગવાદક અને પશુવ (ઢાલ) વાદકે પ્રિય મિત્રની જેમ એક બીજાને જરા પણ ત્યાગ નહિ કરતા પિત–પિતાના વાજિત્રેને વગાડે છે. હાહા-હૂહૂ વગેરે દેવગંધર્વોના અહંકારને હરણ કરનારા ગાયકો સ્વરગીતિથી મનહર નવી નવી જાતના રાગ ગાય છે. લાસ્ય અને તાંડવમાં ચતુર નર્વિકાએ વિચિત્ર અંગને મરેડ વડે અને કરણે વડે સર્વને વિસ્મય પમાડતી સુંદર નાચ કરે છે.
- ભરતરાજા “આ જોવા લાયક છે એ પ્રમાણે વિરહિત જુએ છે, “જ્યાં ત્યાં આસક્ત સ્વામીને બાધક કેણ હોય ?” આ પ્રમાણે ભરતેશ્વર કામોને ભેગવતે, સ્વામીના મેક્ષના દિવસથી પાંચ લાખ પૂર્વ પસાર કરે છે. ભરતરાજાને રત્નમય અરીસાગૃહમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ
એક વખત સ્નાન કરી, પૂજનક્રિયા કરી, દેવદૂષ્ય વસ્ત્રથી શરીર લૂછી, પુષ્પમાળાઓથી વાળ ગૂથી, સર્વાગે ગશીર્ષ ચંદનનું વિલેપન કરી, સર્વ અંગમાં અમૂલ્ય દિવ્ય રત્નમય આભૂષણે પહેરી, શ્રેષ્ઠ યુવતીઓના સમૂહથી પરિવરેલો, દ્વારપાલિકા વડે બતાવાતે છે માર્ગ જેને એ તે ભરત અંતાપુરના ગૃહની અંદર રત્નમય અરીસાગૃહમાં જાય છે. અત્યંત નિર્મળ આકાશસ્ફટિક સરખા તે દર્પણમાં પ્રતિબિંબિત થયેલા ગ્ય પ્રમાણવાળા પિતાના સર્વ અંગના રૂપને જુએ છે. ત્યાં પિતાના દેહને જોતાં ભરતરાજાની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ.