________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૫
તે પછી તે ગણધર “તેમ થાઓ” એ પ્રમાણે સ્વામીના વચનને સ્વીકારીને અને પ્રણામ કરીને કોડે મુનિઓના સમૂહથી પરિવરેલા ત્યાં જ રહે છે.
નાભિનંદન જિનેશ્વર તરંગવાળે સમુદ્ર જેમ કાંઠા ઉપરના ખાડાઓમાં રત્નોના સમૂહને મૂકે તેમ પુંડરીક ગણધરને ત્યાં મૂકીને પરિવાર સહિત અન્યત્ર જાય છે.
તે ગણધર ઉદયાચળના કિનારે નક્ષત્રની સાથે ચંદ્રની જેમ, મુનિઓ સાથે તે પર્વત ઉપર રહે છે. તે પછી તે પુંડરીક ગણધર પરમ સંવેગરંગથી રંગાયેલા અમૃત સરખી મધુર વાણુ વડે શ્રમણ સમુદાયને આ. પ્રમાણે કહે છે :દ્રવ્યભાવ સંલેખનાપૂર્વક પુંડરીક ગણધરનું નિર્વાણ
જયના અભિલાષીઓને સીમાડાને અંતે રહેલી પૃથ્વીને સાધનારા કિલ્લાની જેમ ક્ષેત્રના પ્રભાવવડે તે આ ગિરિરાજ મોક્ષના કારણભૂત છે. મોક્ષના બીજા પરમ સાધનરૂપ સંખના પણ કરવી જોઈએ, તે સંલેખના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, ત્યાં સર્વ ઉન્માદરૂપી મહારોગના કારણરૂપ સર્વ ધાતુઓના શેષણરૂપ દ્રવ્ય સંલેખના કહી છે, અને જે રાગદ્વેષ–મેહ અને કષાયરૂપ ભાવરિપુઓને સર્વ તરફથી છેદ કરે તે ભાવસંલેખના જાણવી.
આ પ્રમાણે કહીને તે પુંડરીક ગણધર કોડે. સુનિઓ સાથે સૂક્ષમ અને બાદર અતિચારેની આલેચના.