________________
४७४
શ્રી ઋષભનાથ ચરિત્ર વાણીના ગુફામાંથી ઉત્પન્ન થયેલા પ્રતિશબ્દ વડે તે પર્વત અનુવાદ કરતો હોય તેમ શેભે છે.
હવે પ્રથમ પિરિસી પૂર્ણ થવાથી ત્રણ જગતના નાથ વર્ષાકાળ ગયે છતે મેઘ જેમ વૃષ્ટિથી અટકે તેમ દેશના વિધિથી વિરામ પામે છે. તે સ્થાનથી ઉઠીને તે દેવના દેવ દેવે બનાવેલા બીજા ગઢની વચ્ચે રહેલા દેવજીંદામાં બેસે છે.
તે પછી પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી મહારાજાના યુવરાજની જેમ સ્વામીને પાદપીઠ ઉપર બેસે. છે. બેસીને તે ગણધરવર્ય તે જ પ્રમાણે રહેલી સભામાં ભગવંતની જેમ ધર્મદેશના કરે છે. આ પ્રમાણે તે ગણધર પણ પ્રભાતમાં વાયુ હિમરૂપી અમૃતનું સિંચન કરે, તેમ બીજી પિરિસીમાં દેશના આપે છે.
આ પ્રમાણે ઋષભદેવ પ્રભુ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મદેશના કરતા અષ્ટાપદપર્વતની જેમ ત્યાં કેટલાક કાળ રહે છે.
એક વખત જગદ્ગુરુ અન્યત્ર વિહાર કરવાને ઈચ્છતા ગણધરેમાં પુંડરીક (1) કમળ સરખા તે પુંડરીક ગણધરને કહે છે કે – હે મહામુનિ! અમે અહીંથી અન્યત્ર વિહાર કરવા માટે જઈશું. તમે કોડે મુનિના પરિવાર સહિત આ ગિરિ ઉપર જ રહો, અહીં ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત આપને નિશ્ચ કેવળજ્ઞાન ઉત્પન્ન
થશે.