________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૫
- તે ઘાત વડે બાહુબલિ લેઢાની એરણ ઉપર હણુંચેલા વજમણિની જેમ ભૂમિમાં ઢીંચણ સુધી ખેંચી જાય છે, તે ભરતને દંડ વજસમાન સારવાળા બાહુબલિની ઉપર અફળાઈને તે પોતાના અપરાધથી ભય પામ્યો હોય તેમ તૂટી ગયે.
ભરતનું ચકમેચન પૃથ્વીમાં ઢીંચણ સુધી ખેંચી ગયેલે બાહુબલિ તે વખતે પૃથ્વીમાં ખૂંચેલા પર્વતની જેમ, પૃથ્વીમાંથી નીકળિલે છે શેષ જેને એવા શેષનાગની જેમ શોભે છે. મોટા ભાઈના પરાક્રમ વડે હૃદયમાં વિસ્મય પામ્યું હોય તેમ ઘાની વેદનાથી તે મસ્તકને હલાવે છે, તે વખતે તે ઘા વડે પ્રાપ્ત કરી છે વેદના જેણે એ બાહુબલિ ક્ષણવાર અધ્યાત્મમાં રક્ત ચગીની જેમ કોઈપણ સાંભળતું નથી, તે પછી સુકાઈ ગયેલી નદીના કાંઠના કાદવમાંથી હાથીની જેમ પૃથ્વીના મધ્યમાંથી સુનંદા પુત્ર નીકળે છે, ક્રોધપ્રધાન એ તે લાક્ષારસ જેવા લાલ દષ્ટિપાત વડે તર્જના કરતા હોય તેમ તે પિતાના બાહુદંડને અને દંડેને જુએ છે. તે પછી તક્ષશિલા અધિપતિ તક્ષકનાગની જેવા દુઃખે કરીને જોઈ શકાય એવા તે દંડને એક હાથ વડે નિરંતર ભામાડે છે, સુનંદા પુત્ર વડે અતિ વેગથી ભમાડાતો તે દંડ પ્રેક્ષકેના નેને ભ્રમણ કરાવે છે.
જ્યારે આના હાથમાંથી આ દંડ પડશે ત્યારે ઊંચે જતે આ કાંસાના પાત્રની જેમ સૂર્યને ફેડી નાંખશે,