________________
શ્રીષભનાથ ચરિત્ર,
૪૧૭
ભરત કેઈક યુદ્ધ વડે યુદ્ધ કરવા ઈચ્છે છે, માની પુરુષ જીવે ત્યાં સુધી જરાપણુ માન છોડતા નથી.”
“બાહુબલિને ખરેખર બ્રાહત્યાથી ઉત્પન્ન થયેલ બળવાન અવર્ણવાદ થશે એમ હું માનું છું, આ મરણપર્યત પણ અટકશે નહિ, એ પ્રમાણે ક્ષણવાર બાહુબલિ વિચારે છે, તેટલામાં ચક્રવતી યમરાજ જેવા દંડને ગ્રહણ
ચક્રવતી ઊંચા કરેલા તે દંડ વડે ચૂલિકા વડે. પર્વતની જેમ તે શેભે છે.
હવે ભરતરાજા ઉત્પાત-કેતુના ભ્રમને કારણ જેવા, તે દંડને આકાશમાં જમાડે છે, યુવાન સિંહ જેમ પુછદંડ વડે પૃથ્વીતળને તાડન કરે તેમ તે દંડ વડે બાહુબલિને મસ્તક ઉપર તાડન કરે છે, સહ્યપર્વતને વિષે અફળાતી. ' સમુદ્રની વેલાની જેમ તેના મસ્તકમાં ચક્રવતીના દંડના ઘા વડે મેટો શબ્દ થયો.
ચક્રવતી દંડ વડે બાહુબલિના મસ્તકને વિષે રહેલા મુગુટને લોઢાના ઘણ વડે એરણ ઉપર રહેલા લોઢાની જેમ ચૂરેચૂરા કરે છે.
બાહુબલિના મસ્તક ઉપરથી મુકુટ–રનના ટૂકડા, વાયુથી આંદોલન પામેલા વૃક્ષના અગ્રભાગ ઉપરથી પુષ્પોની જેમ પૃથ્વીતળ ઉપર પડે છે. તે ઘાત વડે બાહુબલિ ક્ષણવાર, મીંચાઈ ગયેલા નેત્રવાળે થશે. તેના ભયંકર અવાજ વડે લેક પણ તેના પ્રકારો થશે.