________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૫
એક
કામ એક
દે અટક્ય છતે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણુ વડે કહે છે કે – હે દેવ! અમારા યુદ્ધનું કારણ પરમાર્થથી જાણ્યા વિના પિતાના નિર્મળ આશયથી તમે આ પ્રમાણે કહે છે. “તમે હંમેશાં પિતાના ભક્ત છે” અમે પણ પિતાના પુત્ર છીએ આ પ્રમાણે સંબંધ હોવાથી તમે આ પ્રકારે કહ્યું તે યુક્ત છે, પહેલાં ખરેખર દીક્ષા સમયે યાચકને સુવર્ણની જેમ દેશે વહેંચીને અમને અને ભરતને આપ્યા, પિત–પિતાના દેશ વડે સંતુષ્ટ થયેલા અમે સવે રહીએ છીએ, ખેદની વાત છે કે ધનનિમિત્ત બીજાને દ્રોહ કેણ કરે ?
પરંતુ અસંતુષ્ટ ભરત, ભરતક્ષેત્ર રૂપી મહાસમુદ્રમાં મહામસ્ય જેમ બીજા મને ખાઈ જાય તેમ સમગ્ર રાજાઓના રાજ્યોને ખાઈ ગયે, તે રાજાથી પણ ભેજન. વડે ઉદર પૂરનારાની જેમ અસંતુષ્ટ એવા તેણે પિતાના નાના ભાઈઓના રાજ્યોને બળાત્કારે લઈ લીધા, જે ભાઈઓને પિતાએ આપેલા રાજ્યને આંચકી લે તેણે પોતાની મેળે જ પોતાનું ગુરુ પણું ગુમાવ્યું છે, વય માત્ર વડે ગુરુ થવાતું નથી પણ ગુરુની જેમ આચરણ કરે તે ગુરુ થાય છે, તેણે ખરેખર નાના ભાઈઓને કાઢી મૂકવાથી પિતાનું ગુરુપણું બતાવ્યું ! આટલા વખત સુધી મેં વિશ્વમથી તેને સુવર્ણ બુદ્ધિથી પિત્તળની જેમ, અને મણિની બુદ્ધિથી કાચની જેમ ગુરુપણાની બુદ્ધિએ જે, પિતાએ અથવા તો પિતાના વંશમાં ઉત્પન્ન થયેલાએ બીજાને આપેલ પૃથ્વીને અપરાધ વિના