________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૧
મગરમચછ ઉત્પન્ન થયા હોય એવી કરાય છે. કિનારે રહેલા રાજાને શીધ્ર અનુકૂળ થવા માટે ઇચ્છતી હોય તેમ ગંગાનદી તરંગમાંથી ઉત્પન્ન થયેલા જળકણુ વડે સેનાના પરિશ્રમને દૂર કરે છે. રાજાની મેટી સેના વડે સેવાતી ગંગા પણ શત્રુના યશની જેમ એકદમ કૃશ થાય છે. ગંગાના કાંઠે ઉત્પન્ન થયેલાં દેવદારનાં વૃક્ષે તેના સૈન્યના હાથીઓને યત્ન વિના બંધનતંત્મપણાને પામે છે. તે જ વખતે મહાવતે હાથીઓને માટે પીપર–સલકીકર્ણિકાર અને ઉંબરાનાં પાંદડાંઓને કુહાડા વડે કાપે છે. પંક્તિબદ્ધ થયેલા હજારે અધો ઉંચા કર્ણપહલવડે તારણે કરતા હોય તેમ શેભે છે. અશ્વપાલકો બંધુની માફક અધોની આગળ વેગથી મઠ–મગ-ચણા અને જવ વગેરે સ્થાપન કરે છે. વિનીતાનગરીની માફક તે છાવણમાં તે વખતે ચત્વર, ત્રિક અને હાટેની પંક્તિઓ છે. સુંદર વસ્ત્રથી બનાવેલા મૂઢ મોટા મજબૂત તંબૂઓ વડે સારી રીતે રહેલા સર્વ સૈનિકો પ્રથમના પિતાના પ્રાસાદેને યાદ કરતા નથી. સૌને કંટકશે ધનનું કાર્ય બતાવતાં હોય એમ ટે શમી-બોરડી–બાવલ સરખા કાંટાવાળા વૃક્ષેને ખાય છે. રેતીમય ગંગાનદીના કિનારાના પ્રદેશમાં વેસરે (ખ ) સ્વામીની આગળ ચાકરની જેમ આળોટે છે.
કેટલાક માણસે કાષ્ઠ લાવે છે, કેટલાક નદીનું પાણી, કેટલાક ઘાસના ભારા, કેટલાક શાકફળ લાવે છે.