________________
૨૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
મરુદેવા સ્વામિની પણ ભરતને આશીષ આપે છે. તે પછી હૃદયમાં નહિ સમાતા શેકની જેમ આ પ્રમાણે વાણું બોલે છે –“હે પત્ર! ભરત! તે વખતે મારો પુત્ર વૃષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષ્મીને તૃણની જેમ ત્યજીને એકાકી ગયે. અહો ! દુઃખ પૂર્વક મરણવાળી મરુદેવા મરતી નથી. મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રાતાની છાયાવાળું છત્ર કયાં ? અને સર્વાગે સંતાપ કરનાર સૂર્યને આપત ક્યાં ? કીડાપૂર્વકની ગતિવાળા હાથી વગેરે વાહને વડે તે ગમન ક્યાં ? હમણાં વત્સનું મુસાફરને ઉચિત પાદચારીપણું ક્યાં ? મારા પુત્રને વારાંગનાઓએ વીજેલા સુંદર ચામરનું વીંજવું ક્યાં ? અને હમણાં ડાંસ-મચ્છર આદિ વડે ઉપદ્રવ ક્યાં! મારા પુત્રનું તે દેવેએ લાવેલા દિવ્ય આહારનું ભજન ક્યાં? અને હમણાં તેનું ભિક્ષાભેજન પણ ક્યાં ? મારા મહાઅદ્ધિવાળા પુત્રનું રત્ન-સિંહાસનના મધ્ય ભાગમાં તે આસન ક્યાં ? હમણાં ગેંડાની જેમ એનું આસનરહિતપણું ક્યાં ? આરક્ષક અને આત્મરક્ષકથી રક્ષિત નગ૨માં પુત્રની સ્થિતિ ક્યાં અને હમણાં સિંહ આદિ શિકારી પશુઓના સમૂહથી ભયંકર વનમાં નિવાસ ક્યાં ? મારા પુત્રનું કર્ણામૃતરસાયણ સરખું તે દિવ્યાંગનાઓનું સંગીત
ક્યાં? અને કર્ણમાં સૂચિ સરખા ઉન્મત્ત શિયાળના ફિસ્કાર શબ્દ કયાં ?
अहो कहूँ अहो कटुं, ज मे पुत्तो तवच्चए । पाम्मखडुव्व मउओ, सहए जलुवद्दवं ॥