________________
૨૦૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
આદિને ગ્રહણ કરે છે, પરંતુ મુગ્ધ એવા તમે તે જાણતા નથી.
તે પછી તેઓ યુવરાજને કહે છે કે હે યુવરાજ ! પહેલાં સ્વામીએ જે કાંઈ શિલ્પ આદિ બતાવ્યું, તે જ લેકે જાણે છે, આ સ્વામીએ બતાવ્યું ન હતું તેથી તે અમે જાણતા નથી. વળી તમે જે કહ્યું તે તમે કોની પાસેથી જાણ્યું ? તે અમને કહેવા માટે એગ્ય છે.
તેથી કુમાર કહે છે કે-હે લેકે! ગ્રંથ જેવાથી બુદ્ધિની જેમ, ભગવંતને જોવાથી મને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. આ સ્વામીની સાથે ચાકર જેમ ગ્રામાંતરમાં ભમે તેમ હું દેવલેક અને મનુષ્યના ભવેમાં આઠ જન્માંતર સુધી ભયે છું, આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં પ્રભુના પિતા મહાવિદેહની ભૂમિમાં વજસેન તીર્થકર હતા, તેમની પાસે આ સ્વામીએ અને તેમની પાછળ મેં પણ દીક્ષા દીધી હતી, તે આ બધું જાતિસ્મરણથી મેં જાણ્યું તેમજ મને, પૂજ્ય પિતાને અને સુબુદ્ધિશ્રેષ્ઠિને એ ત્રણેયને સ્વપ્નનું ફળ હમણું પ્રત્યક્ષ થયું. મારા વડે સ્વપ્નમાં જે શ્યામ મેરુ જોવાયો અને ધોવા, તેમના વડે તે તપથી ક્ષીણ એવા સ્વામી ઈશુરસના પારણથી સુશોભિત. કરાયા, તેમજ રાજા વડે શત્રુઓ સાથે યુદ્ધ કરતો સુભટ સ્વપ્નમાં જોવા, તેથી તે સ્વામીએ મારા વડે કરાવાયેલા. પારણની સહાયથી પરિષહને જીત્યા, તેમ જ સુબુદ્ધિશ્રેષ્ઠીએ સૂર્યમંડલમાંથી પડેલાં હજાર કિરણ જોયાં, તેમજ