________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૦૭ વણસમાન પણ ન માન્યું, અમારા ઉપર પ્રભુ પ્રસન નથી.
એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ભ્રમણ કરતાં સ્વામીએ કેઈનું આતિથ્ય ન સ્વીકાર્યું. ભક્તિના બહુમાનવાળા અમને ધિક્કાર છે. વસ્તુ લેવી તો દૂર રહો, પ્રાસાદમાં વિસામે લેવે પણ દૂર રહો, આજ સુધી વાણીધારા પણ સ્વામીએ અમને પ્રસન્ન થઈને આનંદ પમાડ્યો નથી. પુત્રની માફક અનેક વખત લાખે પૂર્વ સુધી જે પ્રભુ અમારા પાલક થઈને હમણાં અપરિચિતની જેમ અમારા ઉપર વર્તે છે.
તે વખતે શ્રેયાંસ તેઓને કહે છે કે આમ કેમ કહો છે? કારણ કે સ્વામી પૂર્વની જેમ હમણાં પરિગ્રહધારી રાજા નથી. હમણું સ્વામી સંસારરૂપી આવર્તમાંથી પાછા ફરવા માટે સમસ્ત સાવની વિરતિ કરી છે જેણે એવા મુનિ છે. જે ભેગની ઈચ્છાવાળા હોય તે સ્નાન, અંગરાગ, નેપચ્ય અને વસ્ત્રો અંગીકાર કરે છે, તેથી વિરક્ત એવા સ્વામીને તેઓ વડે શું ? જે કામવિવશ હોય તે માણસ કન્યાઓને ગ્રહણ કરે, કામને જીતનાર એવા પ્રભુને સ્ત્રીઓ અત્યંત પાષાણ સરખી છે, જે પૃથ્વીના રાજ્યને છે, તે હાથી–ઘોડા વગેરેને ગ્રહણ કરે, સંયમરૂપી સામ્રાજ્યથી શુભતા સ્વામીને તે બળી ગયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સચિત્ત ફળ આદિને ગ્રહણ કરે, આ સ્વામી તે સમસ્ત પ્રાણીઓને અભય આપનારા છે. આ જગત્પતિ એષણય, કલ્પનીય અને પ્રાસુક અન્ન