________________
૧૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુમ'ગલા દેવી ઓગણપચાસ પુત્ર યુગલ (૯૮ પુત્રા)ને જન્મ આપે છે.
તે પછી મહા તેજસ્વી એવા તે પુત્રા મહાન ઉત્સાહવાળા વિધ્યગિરિમાં હાથીના બચ્ચાની જેમ ક્રીડા કરતાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા. ઋષભદેવ પ્રભુ ચારે બાજુથી તે પુત્રો વડે પરિવરેલા ઘણી શાખાઓ વડે મહાવૃક્ષ શેલે તેમ શોભે છે.
તે વખતે પ્રાતઃકાળમાં જેમ દીપકનું તેજ ઘટે તેમ અવસિપણી કાળના દોષથી કલ્પવૃક્ષના પ્રભાવ ઘટવા માંડે છે, તેથી યુગલિક મનુષ્ચાને ક્રોધ આદિ કષાયે ધીમે ધીમે પ્રગટ થાય છે. હવે તે યુગલિક મનુષ્ય હાકાર–માકાર અને ધિક્કારરૂપ ત્રણે દડનીતિનું ઉલ્લંધન કરે છે. તેથી તેએએ ભેગા થઈને ઋષભનાથની પાસે આવીને તે ઉત્પન્ન થતી અવ્યવસ્થા જણાવી.
ત્રણ જ્ઞાનથી વિભૂષિત, જાતિસ્મરણ જ્ઞાનવાળા પ્રભુ આ પ્રમાણે કરે છે કે જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.તેઓ ઉપર શાસન કરનાર રાજા હૈાય છે. પ્રથમ ઉચ્ચ આસન ઉપર બેસાડીને તેને અભિષેક કરવામાં આવે છે, ચતુર'ગ સૈન્યથી યુક્ત તે અખ'ડિત શાસનવાળા
હાય છે.
(6
તેઓ કહે છે કે તમે જ અમારા રાજા થાઓ, અમારામાં તમારા જેવા ખીજા
અમારી ઉપેક્ષા ન કરેા, કાંઈ નથી:”