________________
ત્રીજા
અર્થાત્ એક ભગવાનની સ્તુમાં ‘ક', બીજા ભગવાનની સ્તુતિમાં માત્ર ‘ખ’, ભગવાનની સ્તુતિમાં ‘ગ’ એ પ્રમાણે ‘ હ સુધીના ૨૪ વ્યંજનોનો ઉપયોગ કરીને રચના કરી છે. માત્ર ૩, જી, જ્ઞ, ૮, ૯, ૩, ૩, ૪, ૫ વ્યંજનોનો જ ઉપયોગ નથી કર્યો.
પ્રત્યેક એકાક્ષરી શ્લોકમાં અદ્ભુત કવિત્વની છાંટ જોવા મળે છે.
‘જિનરાજ સ્તોત્ર' ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં દ્દ થી માંડી સ સુધીના ૩૨ વ્યંજનો ક્રમશઃ આપવામાં આવ્યા છે. અને સ્વરો માં માત્ર ૬ અને ઞ નો જ ઉપયોગ કર્યાં છે.
આ ગ્રંથની ‘રાજહંસાવૃત્તિ' નામે સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરવામાં આવી છે. જે ‘વિદ્યાગુરુ’ના ઉપકારસ્મરણ માટે રચના કરવામાં આવી છે. પ્રત્યેક શ્લોકનો અનુવાદ 'રાજરશ્મિ' નામાભિધાનથી પ્રગટ કરેલ છે.
આ કાવ્યસ્તોત્ર ગ્રંથમાં કલિકુંડ તીર્થોદ્ધારક પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષામાં મંગલ આશીર્વાદ પાઠવ્યા છે અને શાસનપ્રભાવક ૫.પૂ.આ.વિ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. ‘એક યુગનો પુનરવતાર' નામે પ્રસ્તાવના આલેખી છે. પરમવિદ્વાન ગણિવર્ય શ્રી યશોવિજયજી મ.સા. સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના આલેખી છે.
દીક્ષાનાં માત્ર સાત વર્ષમાં આ દ્વિતીય ગ્રંથની રચના પૂજ્ય મુનિશ્રીએ કરી છે. લગભગ અઢીથી ત્રણ મહિનાની અંદર આ ગ્રંથની રચના પૂ. મુનિશ્રીએ કરી છે. લગભગ ૧૨૫૦ શ્લોકમાન ધરાવતા આ ગ્રંથ ખરેખર વિદ્વદ્ભોગ્ય બન્યો છે. એટલું જ નહીં નવોદિત વિદ્વાન અભ્યાસુઓને આંગળીચીંધણું કરતો પૂજ્ય મુનિશ્રીનો આ પ્રયાસ સ્તુત્ય છે, અભિનંદનીય છે.
છેલ્લે મુનિશ્રી દ્વારા આલેખિત પ્રથમ કાવ્યગ્રંથ ‘સૌમ્યવદનાકાવ્યમ્’ ગ્રંથ પૂજ્ય વિદ્વાન આચાર્ય ભગવંતાદિએ અભિનંદન પાઠવેલ પત્રોનું સંકલન છે.
હજુ પણ આવા અનેક ગ્રંથોની રચના પૂજ્ય મુનિશ્રી કરતા રહે અને શાસનને જ્ઞાનનો ખજાનો આપતા રહે એવી મંગલ આશા.
શાન્તિસૌરભ (માસિક) ફેબ્રુઆરી - ૨૦૧૦
‘સૌમ્યવદના' નામક રચનાથી સકળ સંઘમાં અને સવિશેષતઃ વિદ્વર્ગમાં એકી અવાજે આવકાર પામેલા કવિ મુનિ શ્રી રાજસુંદર વિજયજી મહારાજે વર્તમાનકાળમાં જેને ચમત્કાર જ ગણી શકાય એવા કૌશલ્ય પૂર્વક એક જ વર્ણમય ૨૪ જિનની સ્તવના કાવ્યરૂપે ગુંથતા એ રચના ખૂબ જ સુંદર રૂપરંગમાં ‘બિનરાગસ્તોત્રમ્’ ના નામે પ્રકાશિત થવા પામી છે. સૌમ્યવદના કાવ્ય દ્વિવર્ણમય હતું, તોય વિદ્વાનોએ એને મુક્ત મને વખાણ્યું હતું. જ્યારે પ્રસ્તુત ‘જિનરાજકાવ્ય' તો માત્ર એક અક્ષરમાંથી જ સ્વરના સંયોજનથી બનેલા શબ્દોમાંથી નમનિર્મિત બન્યું છે, એથી આને વધાવતા વિદ્વાનોના ચહેરે આશ્ચર્યચક્તિતા ચમક્યા વિના નહિ જ રહે. છેલ્લા ઘણા વર્ષોના ઈતિહાસમાં
१००
अर्हत्स्तोत्रम्