________________
રુચિરા. શ્રેષ્ઠ ધર્મનાં પ્રરૂપક, સત્યથી યુક્ત શાસ્ત્રો કહેનારા, અજ્ઞાની જીવોનાં શરણ સ્વરૂપ, સુંદર, ચંદ્ર સમ શીતલ, સૂર્ય જેવી પ્રભાવાળા, ચાંદની જેવી નિર્મળ કીર્તિવાળા, રાજાઓનાં પણ રાજા, સુખનાં સમુદ્ર, સ્વર્ગનાં સુખને આપનારા, મુક્તિસુખદાતા, નિર્મળ, ચતુર્વિધ સંઘના નાયક શ્રી નમિનાથ ભગવાન સદા જય પામો. || ૨૩ ||.
जिनेन्द्रस्तोत्रम्