SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ મુનિ હત્યા કરી પાપિણીએ, નિજ ઘર ઢાડી જાય, વાઘણુ વચમાં મળતાં એને, પાડી ફાડી ખાય. પાપના ઘડો ફૂટયા વગર રહેતા નથી. અશુભ પ્રવૃત્તિથી કરેલા પાપકમના દુઃખવિપાકને ભાગવવા છઠ્ઠી નરકે ચાલી ગઈ. એ જ માતાની કુક્ષીએ જન્મેલ પુત્ર સંયમની સુંદર સાધના વડે સમતા ભાવે ઉપસને સહન કરી ખારમા દેવલેાકે ગયા અને ત્યાંથી સહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ અમર મુનિના આત્મા આત્માનું અમરત્વ લેવા મેાક્ષમાં જશે. અને ધનમાં પાગલ બનેલી માતા કના ફળ ભેાગવવા નરકે ગઈ. બંધુએ ! મારી કહેવાના આશય એ છે કે આત્મા પાસે અમૂલ્ય ખજાના છે. પણ કર્માંના આવરણથી તે ઢંકાઈ ગયા છે. ભૃગુ પુરાહિતના એ બાળક પણ આત્માના ખજાના મેળવવા અને આત્માનું અમરત્વ પ્રાપ્ત કરવા તૈયાર થયાં છે. આપણે પણુ આત્માનું અમરત્વ પ્રાપ્ત કરવા માટે એવા પુરૂષાર્થ કરી એક દિવસ અમર બની જઈએ. સમય થઈ ગયા છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન... ૬૩ ભાદરવા વદ ૭ ને સામવાર તા. ૨૧-૯-૭૦ શાસ્ત્રકાર, શાસન સમ્રાટ, વીર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્ર્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આ જગતનાં જીવે અનાદિ કાળથી જન્મ-જરા અને મરણનાં દુઃખથી રીખાઈ રહ્યાં છે. એ દુ;ખાથી મુક્ત થઇ અક્ષય સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે જગતના જીવાને પડકાર કરીને કહ્યું: હું આત્માએ ! મેાહુની ઘેરી નિદ્રામાંથી જાગે અને કંઈક સમજો. સમજવાના આ સેાનેરી અવસર છે. અણુસમજમાં ઘણા કાળ વ્યતીત થઈ ગયા. સમજવાના કાળ અપ છે. કારણ કે આ જીવે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં કેટલે કાળ કાઢયા ? સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ જ્યારે મનુષ્યભવ મેળવ્યેા ત્યારે કંઈક વિવેક જાગ્યા. તેમાં પણ જૈન કુળ અને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. પછી જ ખરા વિવેક જાગ્યા. મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અલ્પ સમયમાં ઝાઝું કામ કરવાનુ છે. જેમ સરકાર જાહેરાત કરે કે આઠ દિવસ માટે રાજકોટમાં દરરાજ આઠ વાગ્યે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy