SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ભારભાર સુવર્ણ લઈ આવ્યાં અને ઉજાણી મનાવવા લાગ્યા. ત્યાં જ માતાએ સાંભળ્યું કે અમર તે અમર રહે છે, મર્યો નથી. એ દીક્ષા લઈને ચાલ્યા ગયે છે. આથી માતાને ચિંતા થઈ કે રાજા આ ધનને દલ્લો જરૂર આંચકી લેશે એ અમરીયે જીવતે હશે ત્યાં સુધી મને જંપ વળશે નહિ. માટે હું એને મારી નાખ્યું. આજે દીક્ષા લીધી છે. જૈન મુનિને રાત્રે તે ચલાય નહિ જઈ જઈને કેટલે દૂર ગયે હશે! ગામ બહાર જંગલમાં જ હશે. હું જઈને એને મારી નાંખ્યું. પછી રાજા ધન માંગશે તે હું કહીશ કે મને મારો પુત્ર પાછે આપ તે ધન પાછું આપું. આ દિકરાએ શું કામ કર્યું છે, એને રાજા ઉપર કે પ્રભાવ પડે છે, એ વાતની ભદ્રાને ખબર નથી. જેના અંતરમાં ક્રોધને અગ્નિ પ્રદિપ્ત થયું છે તેવી ભદ્રા માતા અડધી રાતે હાથમાં છરી લઈ પોતાના જ બાળક અમરકુમાર મુનિવરને મારી નાખવા માટે નીકળી. “ચાલી ઝટપટ મસાણ માંહી, આવી બાળક પાસ, પાળીએ કરી પાપિણી મારે, પૂરે મનની આશ.” જ્યાં અમર મુનિ કાઉસગ્ન કરી ધ્યાનમાં લીન બન્યા હતાં ત્યાં માતા આવી અને છરીથી મુનિની ગરદન કાપી નાંખી. અમરે જોયું કે આ મારી માતા છે. તેણે વિચાર્યું હે આત્મન્ ! રખેને તું ભાન ભૂલતે ! દેહ વિનાશી તું અવિનાશી, જે જે મમતા તું કરતે, માતા પ્રત્યે પ્રેમ જ ધરજે, વેરને છોટે નવ લાવતદેહ. હે ચેતનદેવ! જેજે તું ભાન ન ભૂલતે. આજે તારી કસોટી છે. માતાને ઉપસર્ગ સમતા ભાવે સહન કરી શુભ ધ્યાનના બળે અમર મુનિ ત્યાંથી કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા. બીજી તરફ માતા આવું નિર્દય કામ કરી ખુશી થતી ઘેર પાછી ફરે છે, ગુન્હો કરનારનું દિલ હમેશાં ભયભીત રહે છે. એના કપડાં લેહીવાળા થઈ ગયાં છે. કદાચ કેઈ જોઈ જશે તે બધી વાત જાણી જશે, એ ભયથી એક નાળામાં થઈને ભદ્રા મુઠીએ વાળીને ભાગે છે, પણ કરેલાં કર્મને બદલે તે અવશ્ય મળે જ છે. "कृत कर्म भयो नास्ति, कल्पकोटि शतैरपि । કવરયમેવ મોતવ્ય, કૃતં જર્મ શુમાશુમ ! ” ક્રોડે પ્રયત્ન કરવા છતાં કરેલાં કમે નાશ પામતાં નથી. શુભ કે અશુભ કર્મ ભેગવ્યે જ æકે થાય છે. ભોંયરામાં પાઈને કરેલું પાપ પડકાર કર્યા વિના રહેતું જ નથી. આ ભદ્રાને એના કર્મનું ફળ તરત જ મળે છે. એ જેવી લાગે છે તેવી ત્રણ દિવસની ભૂખી વાઘણુ સામેથી આવે છે અને તરાપ મારીને ભદ્રાને ફાડી ખાય છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy