SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ લાઈટ બંધ થઈ જશે અને કેરોસીન પણ અઠવાડિયું મળશે નહિ તે તમે શું કરે? ઘરના માણસને કહી દો ને કે ભાઈ ! જેમ બને તેમ જલદી દિવસે જ બધું કામ કરી લે. રાત્રે લાઈટ બંધ થઈ જશે. પણ આપણે જીવન દિપક ક્યારે બૂઝાશે એની કોઈ જાહેરાત થઈ છે? એની કઈ ખાત્રી છે? “ના” તે પેલું કામ તમે જેમ દિવસે ઝડપથી કરી લે છે, તે જ રીતે આત્માની સિદ્ધિનાં કર્યો ઝડપભેર કરી લે. કાળરાજનું આક્રમણ કયારે થશે તેની ખબર નથી. ઉંઘતા હશે કે જાગતા હશે, બેઠા હશે કે ઉભા હશે, રાત્રિ હશે કે દિવસ હશે પણ એ તમને છેડનાર નથી. ' ' આ કાયા કાગડા સમાન છે અને આત્મા હંસ સમાન છે. આ હંસ જે આત્મા કાગડા સમાન દેહના સંગે ભળી એના રંગ-રાગમાં અટવાઈ ગયો છે. ભાગમાં ભરમાઈ ગયેલ છે. જે આત્માઓ એ ભેગને છેડી ચાલી નીકળ્યા તે સાચા સ્વરૂપને પામી ગયાં. અહીં ભૃગુ પુરોહિતના બે પુત્રોને એ વાત યથાતથ્ય સમજાઈ ગઈ છે. એટલે એના પિતાને કહે છે હે પિતાજી! તમે જે સુખ માટે અમને આમંત્રણ આપે છે તે વિષય સુખે કેવા છે? खणमित्तसुक्खा वहुकालदुक्खा, पगामदुक्खा अणिशामसुक्खा । સંસારમો દ્વારા વિકરવમૂયા, થાળી કથા મમો ઉ. અ. ૧૪-૧રૂ. કામગેનાં સુખ મધથી ખરડેલી તલવાર જેવાં છે. મધ ચોપડેલી તલવારની ધાર કેઈ ચાટે તે તેને સહેજ મીઠાશ લાગે પણ એની જીભ કપાયા વગર રહેતી નથી. તેમ હે પિતાજી ! આ સંસારના સુખ મધ ચોપડેલી તલવાર જેવાં છે. એને ભેળવતાં ક્ષણવાર આનંદ આવે છે, પણ એનાં ફળ સ્વરૂપે નરક આદિ અશુભ ગતિઓમાં ઘણા લાંબા કાળ સુધી દુઃખે ભોગવવા પડે છે. જ્યાં દુઃખ વધારે છે અને સુખ તે અલ્પ છે એ કામગ સંસાર રૂપી બંધનનું કારણ છે. અને મોક્ષને માટે પ્રતિપક્ષી રૂપ છે. એટલે મોક્ષમાં જતાં અટકાવનાર છે. વધુ શું કહેવું? સંસારનાં સર્વ અનર્થોનું મૂળ કારણ કોઈ હેય તે કામગ જ છે. હે પિતાજી ! આપના જેવા વિચારશીલ પિતાજીને આવા કામો માટે અમને આમંત્રણ આપવું તે બિલકુલ ઉચિત નથી. અમે અત્યાર સુધી ભાન ભૂલેલા હતા હવે કંઈક સમજણમાં આવ્યાં છીએ. હવે અમે તમારી વાતનો સ્વીકાર કરીશું નહિ. કારણે કે અનાદિકાળથી ભાન ભૂલેલા જીવ આ ચૌદ રાજલોકમાં નીચે સાતમી પાતાળ સુધી, ઉંચે સિદ્ધશીલા સુધી જઈ આવ્યું છે. જુદી જુદી વેનિઓમાં કેવી કેવી સ્થિતિ હોંથ છે! પુદ્ગલ દ્રવ્યની ખાસ કરીને દારિક આદિ આઠ વર્ગણાઓમાંથી કેવા કેવા કરી, ભાષા, શ્વાસેપ્શવાસ, મન, કર્મ વિગેરે આ જીવ બાંધે છે, તેમાંથી કર્મ બંધ, સંક્રમણ ઉદૂવતન-અપવર્તના-નિદ્ધતિ, ઉદીરણા, ઉદયે વિગેરેનું કેવું કેવું તંત્ર ચાલે છે તેની ક
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy