SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮ ) ૩ તે દેશ, નગર, તે ગામ અને તે આશ્રમને ધન્ય છે કે જ્યાં હે પ્રભુ! આપ સદાય સુપ્રસન્ન થતા વિચારે છે. ૪ તે હાથ સુકૃતાર્થ છે કે, જે આપના ચરણે દ્વાદશવક્ત વંદન કરે છે, અને તે વાણું ( જહા ) બહુ ગુણવાળી છે કે, જે વડે સદ્ગુરૂના ગુણોનું વર્ણન કરવામાં આવે છે. ૫ હે સદગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે, આજ કામધેનુ મારા ઘરને આંગણે આવી જાણું છું, તેમજ સુવર્ણ વૃષ્ટિ થઈ જાણું છું અને આજથી મારું દારિદ્ર દૂર થયું માનું છું. ૬ હે સદ્દગુરૂ આપનું મુખ કમળ દીઠે છતે, ચિંતામણિ રત્ન સરખું સમુક્તિ મને પ્રાપ્ત થયું ને તેથી સંસારને અંત થયો માનું છું. ૭ હે સદગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે જે અદ્ધિ દેવતાઓ પિતાની દેવાંગનાદિક સહિત ભેગવે છે, તે મારે કંઈ હિસાબમાં નથી.' ૮ હે સદ્ગુરૂ ! આપનું વદન કમળ દીઠે છતે જે મન, વચન, કાયાથી મેં જે પાપ આજ પર્યત ઉપાર્જન કર્યું છે, તે બધું આજે સ્વત: નષ્ટ થયું માનું છું; ૯ જીને સર્વજ્ઞ ભાષિત ધર્મ પામે દુર્લભ છે, તથા મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, અને તે મનુષ્ય જન્મ મળે છતે પણ સરૂની સામગ્રી મળવી અતિ દુર્લભ છે. ૧૦ જ્યાં પ્રભાતે ઉઠતાંજ સુપ્રસન્ન ગુરૂનાં દર્શન થતાં નથી ત્યાં અમૃત સદશ જિન વચનને લાભ શી રીતે લઈ શકાય. ૧૧ જેમ મેઘને દેખી મેર પ્રમુદિત થાય છે, અને સૂર્યને ઉદય થયે છતે કમળનાં વન વિકસિત થાય છે, તેમજ આપનું ; દર્શન થયે છતે અમે પણ પ્રમોદ પામીએ છીએ. ૧૨ હે સદ્દગુરૂજી! જેમ ગાય પિતાના વાછરડાને સંભાળે છે, અને જેમ કેયલ વસંત માસને ઈચ્છે છે, તથા હાથી વિંધ્યાચળની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન આપનું સ્મરણ કર્યા કરે છે. ૧૩ બહુ બહુ દિવસે જઈ સુગુરૂ ને જોઈ મારા બે નેત્રે વિકસિત થયા ને હૃદયમાં આનંદ થયે. ૧૪ અહ ઈતિ આશ્ચયેઆપે ક્રોધને કે જય કર્યો
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy