SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૭) ગુરૂ દ ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર; ગુરૂ વાણીથી વેગળા, એને ધીક્ક અવતાર, વક્રતા વાત ઘો વિદારી, ... .. ભલી. ૨ શિષ્ય શિખ શુભ એ સદા, રાખો હદયે ક્ષેમ ગુરૂ આણું ઊત્તમ ગણું, પાળે પૂરણ પ્રેમ. નમ્રતા નિરમળી ત્યાં ધારી, ... ... ... ... ભલી ૩. ઉપકારી ગુરૂને અતી, બદલે બેશ તે આપ; સ્વલ્પ નહિ તે વાળી શકે, એમનો ગુણ અમાપ, ગુરૂના ગુણેની બલિહારી, ... .. ... . ભલી ૪ અપ્રસન્ન ગુરૂ જે એ કદી, સળે નહીં સ્વલ્પ; મહા મિથ્યાત્વ પમાય ત્યાં, અપ્રસન્ન કરે ન અ૯પ. વિવેક નહિ મુકશે વિસારી, ... .. ... . ભલી ૫ માન ગુરુ વિનયથી ઘટે, અરિહંત આણ પલાય; શ્રત સેવ દેવ ગુરુ ભક્તિયે, પંચમી ગતિ પમાય, એહની રાખ દિલ યારી, ... ... ... ... ભલી૬ ગુરૂ વિનય વિમળ કરે, કીર્તિ જ્ઞાન શ્રુત પાય; શિવ સુખ પણ સહેજે મળે, સેવે વિનયે સદાય, વિનયની એહ ભલી વારી, . . . . ભલી. ૭ લખ્યું લલિત લખ લાભનું, લાભે લાભ લેખાય, ભુંડી ભવની ભીતી ટળે, સુખ શાશ્વતું થાય, ઉત્તમએ આપણું ઉપકારી, ... ... .. ... ભલી. ૮ શ્રીપૂર્વાચાર્ય ત. શ્રી ગુરૂ પ્રદિક્ષણા કુલક ભાવાર્થ. ૧ હે સદ્દગુરૂજી! આપનું દર્શન કર્યું છતે શ્રી ચૈતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી સ્વયંભવ આદિક આચાર્ય ભગવંતે તેમજ બીજા પણ યુગ પ્રધાનેનું દર્શન કર્યું માનું છું. ૨ આજે મારો જન્મ કૃતાર્થ થયે, આજે મારૂં જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃત રસ વડે કરીને મારા નેત્ર સિંચિત થયાં અર્થાત્ આપનું અદભૂત દર્શન અને પ્રાપ્ત થયું.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy