SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૯ ) છે? માનને કે પરાજય કર્યો છે? માયાને કેવી દૂર કરી છે? અને લોભને કે વશ કર્યો છે? ૧૫ અહે આપનું સરલપણું કેવું ઉત્તમ છે? અહો આપનું નમ્રપણું કેવું રૂડું છે, અહી આપની ક્ષમા કેવી ઉત્તમ છે? અને આપની સંતોષવૃત્તિ કેવી શ્રેષ્ઠ છે. ૧૬ હે ભગવંત! આપ અહિં પ્રગટજ ઉત્તમ છે, વળી ઈચ્છા મને રથવડે કરીને પણ ઉત્તમ છે અને અંતે પણ કર્મ મલને ટાળીને આપ મેક્ષ નામનું સર્વોત્તમ સ્થાન જ પામવાના છે, ૧૭ આચાર્ય મહારાજને કરેલા નમસ્કાર જીવને હજારો ગમે ભવ ભય થકી મુક્ત કરે છે અને તે ભાવ સહિત કરવામાં આવતે નમસ્કાર જીવને સમતિને લાભ આપે છે. ૧૮ ભાવાચાર્યને ભાવસહિત કરેલ નમસ્કાર, સર્વ પાપને પ્રકર્ષે કરીને નાશ કરનાર થાય છે, અને તે સર્વ મંગલમાં ત્રીજું મંગલ છે. ઇતિ સેમસુંદર સૂરિક્ત. સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક ભાવાર્થ. ૧ ત્રણ ભુવનને વિષે એક અસાધારણ પ્રદાપસમાન, શ્રી વીર પ્રભુને અને નિજ ગુરૂના ચરણ કમળને નમીને સર્વ વિરતિવંત સાધુ જનેને યેગ્ય, સુખે નિર્વહિ શકાય એવા નિયમોને હું (સોમસુંદર સૂરિ) કહીશ. - ૨ એગ્ય નિયમનું પાલન કર્યા વગરની દીક્ષા, ફક્ત નિજ ઉદર પૂરણ કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી કહી છે. એવી દીક્ષા તો હેળીના રાજાની જેમ સહુ કેઈને હસવા ચાગ્ય બને છે. - ૩ તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શનચારિત્ર–તપ–વીર્ય)ના આરાધન હેતે ચાદિક કઠણ નિયમો ગ્રહણ કરવા જોઈએ કે જેથી લીધેલ દીક્ષા સફળ થાય. જ્ઞાનાચાર સંબંધી નિયમો. ૪ જ્ઞાન આરાધન હેતે હારે હમેશાં પાંચ ગાથાઓ ભણવી કંઠાગ્ર કરવી અને પરિપાઠીથી (કમવાર) પાંચ પાંચ ગાથાને અર્થ ગુરૂ સમીપે ગ્રહણ કર.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy