SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૦) જન પહેલા બે બારણા છે, તે હંમેશા અંધકારમય છે. તેમાં ત્રણ જે જન વિસ્તારવાળી એવી ઉમગ અને નિસગા બે નદીઓ વહે છે, તે ગંગા નદીને મળે છે. જ્યારે ચક્રવર્તી થાય ત્યારે ત્યાં સૂર્યમંડલ સરખા કાંકિણી રત્નના અજુવાળું કરવા માટે ૪૯ માંડલા આળેખે છે, ચક્રવર્તી જીવે ત્યાં સુધી તે ગુફા ઉઘા રહે છે. ૭ મણિ તુંબા ઉપર બાંધ્યું બાર જોજન પ્રકાશ કરે ને મસ્તકે બાંધ્યું રેગ હરે. ૮ અશ્વ બહુ પરાક્રમવાળા હોય, ગુફાના બારણે કમાડ ખડકાવી બાર જોજન પાછા પગે ફરે. ૯ ગજ-બહુ પરાક્રમવાળા હોય, તે તમિશ્રા અને ખંડ પ્રપાત | ગુફામાં પ્રવેશ કરે. ૧૦ પુરોહિત-ચક્રવતીને કરાવવાનું શાંતિકર્મ તે કરે. ૧૧ સેનાપતિ ચક્રીની હાય વિના ગંગા-સિંધુ બહારના ચાર ખંડ જીતે. ૧૨ ગૃહપતિ-ગૃહકાર્યની દરેક પ્રકારની ચિંતા રાખે (કઠારી સ્થાનકે.) તેવું હોય. ૧૩ વાર્ષિક-મકાને બાંધે, લશ્કર પડાવ કરાવે, વૈતાદ્યની ગુફાની ઊન્મગા, નિંગા નદીના પુલ બાંધે. ૧૪ સ્ત્રી-અતિ રૂપવંત ચક્રીની ભેગ હેય. અન્ય સ્ત્રી ચકી ભેગને સહન કરી શકે નહિં. ચક્રીની બીજી ૬૪૦૦૦ હજાર અંતેઉર ને દરેકની બે બે વારાંગના (દાસીઓ) મળી ૧૯૨૦૦૦ હજાર સ્ત્રી હોય પણ તેની સાથે ચકી વૈક્રિય રૂપે ભેગ કરે-મૂળ રૂપે નહી. તેના અધિષિત-ચક્રી ચાર રસ્તે કહ્યા, તેને મહિમા તેહ, યક્ષો દરેક સહસ યક્ષે થકી, અધિષિત છે એહ. ટીપચક્રી જ્યારે દિગવિજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે છે તેની વિગત આ ભાગના તેર આંકથી જાણી લેવી. ત્યાં વિસ્તરે છે. ભરત ચક્રવર્તીને-છ ખંડ સાધવામાં લાગેલાં ૬૦,૦૦૦ વરસ અને સુંદરીની તે વખતની ૬૦,૦૦૦ વર્ષની તપશ્ચર્યા ૬૦ના અંકમાં જુએ.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy