________________
પચીસમું] અધ્યયન : સમ્યકત ૪૭ કેવલજ્ઞાન સરખું લોકાલોક સ્વભાવવાળું જ્ઞાન અને દર્શન આત્મામાં રહેલ છે એમ તમે જાણો છો છતાં ભોગવટો શો ? વાત ખરી. પણ એક વાત ધ્યાનમાં રાખ કે ઘરના આંગણા આગળ જે કદાચ મધ મળી જાય તે પછી પહાડમાં જવાનો મતલબ શી ? એ ફેરે કણ કરે ? પણ અહીં જગતના પદાર્થોને ભોગવટાથી તું સુખ મેળવવા ઈચ્છે છે તે તે સુખ તારા આત્મામાં સ્વભાવથી અનંતગણું રહેલું છે. એટલે આ આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત વીર્યમય અને અનંત સુખમય છે.
આમાના અનંત સુખને રોકનાર કેણ? હવે આત્માના ગુણને જ્ઞાનાવરણીયે રોકેલ છે, તેને ક્ષય કરે તેથી અનંત જ્ઞાનમય બને. હવે એક મનુષ્ય લોઢાને થાંભલે કાપે તેટલી તાકાતવાળો છે છતાં સાધનમાં જે સેય આપીએ તે કંઈ ન થાય. એટલે સાયનું સાધન મળવાથી અધિક શક્તિ છતાં કાર્ય ન થાય. તેમ અહીં આત્મામાં અનંત શકિત છતાં પુદ્ગલ દ્વારા સુખ ભોગવે છે તેથી પુદ્ગલની જેવી તાકાત હોય તેવું જ સુખ ભોગવે. હવે આત્માનાં અનંત સુખ ભોગવવાની શક્તિ છતાં સાધન પુદ્ગલનું મળેલ છે, તેથી તે અનંત સુખ ભોગવી શકતો નથી. હવે તે અનંત સુખને રોકનાર કોણ? આઠ કર્મમાં સુખાવરણીય નામે કર્મ જ નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ કર્મો છે. વીતરાગતા સ્વભાવવાળો હોવાથી ચારિત્રાવરણીય કર્મ છે, પણ સુખાવરણીય નામે કર્મ નથી. અને તે કર્મ નથી તે પછી તેને રોકનાર કોઈ નથી અને તેથી આત્મામાં અનંત સુખ ન રહ્યું ? હવે ચક્ષુને લાંબે સુધી દેખવાની શકિત છતાં ઊતરતા નંબરનાં કે નહિ લાગતાં ચશ્માં લગાવવાથી ઓછું દેખાય-ઝાંખું દેખાય પણ દેખાતું બંધ ન થાય. તેમ અહીં સતાવેદનીય કર્મ એવું છે કે વધારે સુખ ન ભોગવવા દે. તેમ જેટલી પુણ્યની તાકાત હોય તેટલું સુખ ભોગવવા દે. આથી આત્મામાં જાણવાની દેખવાની તાકાત સંપૂર્ણ છે. તેમજ ભોગવટા