________________
શ્રીઆચારાંગસૂત્ર
{ વ્યાખ્યાન
કરીએ. આવા વિચારો વગર તિથિના દિવસે થાય છે, તેમ અહીં સામાયિક પ્રતિક્રમણાદિની પાછળ પણ વિચારે તેવા જ આવવા જોઈએ. હવે તેલેમ્યા એટલે કેધ અર્થવાચક નહિ પણ અહીં સારા પરિણામવાળી જે લેસ્યા તે તેજલેશ્યા કહેવાય. સમકિતદષ્ટિ જીવ સમક્તિ પામ્યા પછી તેમાં જે ટકેલો હોય અને સત્તરે પાપસ્થાનમાં રાચતે હોય તે પણ તેની લેગ્યા સારી હોય, તેથી તે આયુષ્ય સારું બાંધે. હવે તેજે, પદ્મ કે શુકલ લેસ્યામાં જે આયુષ્યને બંધ કરે તે તેવી લેણ્યાના પરિણામમાં જ ઉત્પન્ન થાય. જે આ નક્કી છે તે પછી સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ન બાંધે.
| મગજને કાબૂ રાખવાને ઉપદેશ
જ્યોતિષ્કના ને પણ તેજોલેસ્યા છે. તેના કરતાં અસંખ્યાતગુણી શુદ્ધ લેસ્યામાં સમકિતદષ્ટિ જીવ હવે જોઈએ. અરે, સત્તર પાપસ્થાનકોમાં રાચતાં છતાં તેની તેજલેશ્યા સારી હેવી જોઈએ.
જ્યોતિષ્ક દેવ કરતાં પણ અધિક સારી લેસ્યા હેવી જોઈએ. મગજને કાબૂ ઈશ અને ક્રોધાદિને આધીન થઈશ તે તારું જાણેલું તણાઈ જશે, માટે બીજે હુકમ એ જ કહ્યો કે મગજને કાબૂ રાખજે, નાના છોકરાને પૂછીએ કે તું ગાંડ કે ડાહ્યો ? તે તે ગાંડ કહેવાને તૈયાર નથી. અર્થાત મગજને કાબૂ ગુમાવવા કોઈ તૈયાર નથી. છતાં ગુમાવી દેવાય છે. શાથી? અનુકૂળ સંજોગોથી રાચી જઈ જવા પિતાના સ્વભાવને ભૂલી જાય છે, તેમ પ્રતિકૂળ સંજોગોમાં ત્રાસ પામે ત્યારે તે મૂળ સ્વભાવ ભૂલી જાય છે, માટે કહે છે કે–ચાહે તેવા સંજોગેમાં મગજને કાબૂ રાખજે અને તેથી જ તમારે સિદ્ધાંત ટકશે. તેથી, શીતાણ નામે ત્રીજું અધ્યયન કર્યું, એટલે સ્થિર રહેવા માટે ત્રીજો હુકમ કર્યો. પ્રથમ ભવોભવની ઉત્પત્તિ જાણો. મગજને કાબૂ ગુમાવે નહિ અને સ્થિર રહે.
સુંદર વસ્તુ પકડી ન શકીએ તો ? આ ત્રણ વાનાં છતાં સુંદર વસ્તુ પકડી ન શકીએ તો ? લોઢાની